Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ:અત્યારસુધી 2 બાળકીઓના મોત, 1 પોઝિટિવ અને 1 ડિસ્ચાર્જ, 4 વેન્ટિલેટર પર

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા 19 દિવસમાં (26 જૂનથી 14 જુલાઈ સુધીમાં) જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે. આ 7 કેસોમાંથી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 1 શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 બાળક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. હાલ 4 દર્દીઓ ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. 2 બાળકીઓના મોત પ્રાપ્ત વિગતો અનુસાર, વડાલી તાલુકાના રહેડા ગામની 11 વર્ષીય બાળકી અને પોશીના તાલુકાના દેમતી ગામની 2 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બીજી તરફ, વિજયનગરના બિલાડીયા ગામના 3 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળના બાળદર્દીઓ તલોદ (નાના ચેખલા): 3 વર્ષીય બાળકી 7 જુલાઈથી હિંમતનગર સિવિલ હોસ્પિટલના PICU (બાળકોના આઈસીયુ) વિભાગમાં વેન્ટિલેટર પર છે. પોશીના (ઝીંઝણાટ): 10 વર્ષીય બાળક વડનગર સિવિલ હોસ્પિટલના PICUમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. પોશીના (ગણેર): ચાંદીપુરા પોઝિટિવ આવેલી 3 વર્ષીય બાળકી પણ વડનગર સિવિલ હોસ્પિટલના PICUમાં વેન્ટિલેટર પર છે. તલોદ (પડુસણ): 12 જુલાઈએ દાખલ કરાયેલી 14 વર્ષીય બાળકીનું 14 જુલાઈના રોજ સેમ્પલ લેવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. આ બાળકીની સ્થિતિ પણ ગંભીર હોવાથી હિંમતનગર સિવિલના PICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નરોડા કોલેજમાં યુવક સહકારી તાલીમ વર્ગ:ગુજરાત અને અમદાવાદ સહકારી સંઘના ઉપક્રમે 6 દિવસીય આયોજન
    Next Article
    રેલવે અધિકારીઓની ગેરહાજરીથી સાંસદ લાલઘૂમ:ઉત્રાણ રેલવે સ્ટેશન ગરનાળા વિસ્તારમાં સાંસદ મુકેશ દલાલની ઓચંતી મુલાકાત, કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment