Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે અધિકારીઓની ગેરહાજરીથી સાંસદ લાલઘૂમ:ઉત્રાણ રેલવે સ્ટેશન ગરનાળા વિસ્તારમાં સાંસદ મુકેશ દલાલની ઓચંતી મુલાકાત, કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો

    9 hours ago

    સુરત લોકસભા બેઠકના ભાજપના સાંસદ મુકેશ દલાલ આજે એક જાહેરહિતના પ્રશ્નના નિરાકરણ માટે ઉત્રાણ રેલવે સ્ટેશન વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જોકે, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવા છતાં એક પણ રેલવે અધિકારી સ્થળ પર હાજર ન રહેતા સાંસદ મુકેશ દલાલ ભારે નારાજ થયા હતા. તેમણે અધિકારીઓની આ ગેરહાજરીને ગંભીર વહીવટી બેદરકારી અને સાંસદના પ્રોટોકોલનો ભંગ ગણાવી કેન્દ્રીય રેલવે મંત્રીને ઉગ્ર રજૂઆત કરતો પત્ર લખ્યો છે. પૂર્વ નિર્ધારિત સમય છતાં રેલવેનો એક પણ અધિકારી ડોકાયો નહીં મળતી માહિતી મુજબ, ઉત્રાણ રેલવે સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા ગરનાળા વિસ્તારમાં સ્થાનિક લોકોની સમસ્યાઓ અને જાહેરહિતના પ્રશ્નોના નિકાલ માટે આજે એક ખાસ સ્થળ નિરીક્ષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિરીક્ષણ માટે સંબંધિત રેલવે અધિકારીઓ દ્વારા જ સમય નક્કી કરવામાં આવ્યો હતો અને સાંસદને પણ તે સમયે હાજર રહેવા જણાવાયું હતું. જોકે, સાંસદ મુકેશ દલાલ નિર્ધારિત સમયે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ રેલવે વિભાગ તરફથી એક પણ જવાબદાર અધિકારી ત્યાં ડોકાયો નહોતો. પૂર્વ જાણ કર્યા વિના ગેરહાજર રહેવું એ પ્રોટોકોલનો ભંગ: મુકેશ દલાલ કોઈપણ પૂર્વ સૂચના કે જાણ કર્યા વિના રેલવે અધિકારીઓની આ પ્રકારની ગેરહાજરીને સાંસદ મુકેશ દલાલે અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે આ ઘટનાને સરકારી તંત્રની ગંભીર વહીવટી બેદરકારી ગણાવી છે. લોકપ્રતિનિધિ તરીકે જનતાના પ્રશ્નોના ઉકેલ માટે જ્યારે સાંસદ પોતે સમય ફાળવીને આવતા હોય, ત્યારે જવાબદાર અધિકારીઓની આવી ઉદાસીનતા એ સાંસદના પ્રોટોકોલનો સરેઆમ ભંગ સમાન છે તેમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ કડક શિસ્તભંગની કાર્યવાહી અને ATRની માંગ આ સમગ્ર મામલે સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાવીને બેજવાબદાર અને કસૂરવાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં ભરવાની માંગ કરી છે. એટલું જ નહીં, આ મામલે રેલવે વિભાગ દ્વારા શું પગલાં લેવાયા તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ (Action Taken Report - ATR) પણ તેમને મોકલવા માટે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી છે. જાહેરહિતના કાર્યોમાં અધિકારીઓની બેદરકારી ચલાવી લેવાશે નહીં સાંસદ મુકેશ દલાલે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતાં જણાવ્યું હતું કે, જનતાના અને જાહેરહિતના વિકાસકાર્યોમાં સરકારી અધિકારીઓની આવી બેદરકારી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જનપ્રતિનિધિઓ સાથે યોગ્ય સંકલન જાળવીને સમયસર જનહિતના કામો પુરા થાય તે માટે જવાબદાર અધિકારીઓ સામે દાખલારૂપ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તેમણે રેલવે મંત્રી સમક્ષ મક્કમ માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ:અત્યારસુધી 2 બાળકીઓના મોત, 1 પોઝિટિવ અને 1 ડિસ્ચાર્જ, 4 વેન્ટિલેટર પર
    Next Article
    71% of smartphone users actively use generative AI features: CMR study

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment