Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિ.માં ઓનર્સ વિથ રિસર્ચ માટે માત્ર 19 કોલેજ પાત્ર:68માંથી 49 કોલેજ પીએચડી ગાઈડના અભાવે અપાત્ર, 70એ ઓનર્સ માટે અરજી કરી

    1 week ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27થી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે કુલ 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્રતા ધરાવે છે. આ કોલેજોમાં આગામી દિવસોમાં એલઆઈસી કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. વર્ષ 2023-24થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. આ નીતિ હેઠળ ગ્રેજ્યુએશન માટે ત્રણ વર્ષ અને 'ઓનર્સ વિથ રિસર્ચ' અથવા 'ઓનર્સ' અભ્યાસક્રમ માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. 2026-27થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ચોથા વર્ષનો સેમેસ્ટર 7નો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા 'ઓનર્સ વિથ રિસર્ચ' અને 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા ઈચ્છતી કોલેજો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. 'ઓનર્સ વિથ રિસર્ચ' માટે 68 કોલેજોએ અરજી કરી હતી. આ દરખાસ્તોની ચકાસણી કરતા જણાયું કે, દરેક વિષયમાં બે પીએચડી ગાઈડ હોવા ફરજિયાત છે. આ શરત મુજબ, 49 કોલેજો પીએચડી ગાઈડના અભાવે અપાત્ર ઠરી હતી. જ્યારે 19 કોલેજો 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે પાત્રતા ધરાવે છે. આ પાત્ર કોલેજોમાં એલઆઈસી કમિટીઓ તપાસ માટે જશે અને તેમનો રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરશે. આ રિપોર્ટના આધારે, કોલેજોને સેમેસ્ટર સાત અને આઠનો અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, માત્ર 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે 70 જેટલી કોલેજોએ યુનિવર્સિટીને દરખાસ્તો મોકલી છે. આ દરખાસ્તોની ચકાસણી હાલમાં ચાલી રહી છે, અને અન્ય કોલેજોની દરખાસ્તો પણ આવી રહી છે. ચકાસણી બાદ પાત્રતા ધરાવતી કોલેજોમાં એલઆઈસી કમિટી મોકલવામાં આવશે, તેમ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો’:કડીમાં નીતિન પટેલે અસલ મિજાજમાં કહ્યું- કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી'
    Next Article
    પાટણ નગરપાલિકા 32 કરોડના દેવામાં : કિરીટ પટેલ:ભાજપ શાસનમાં દેવું વધ્યું, વેરા બમણા કર્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment