Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરપીડિતોની સેવાની આડમાં તોતિંગ ખર્ચ:19 દિવસમાં દોઢ લાખ ફૂડ પેકેટ વહેંચી કેટરર્સે 60 લાખનું બિલ ફટકાર્યું, ગુરુવારે સ્થાયી સમિતિમાં ફેંસલો

    3 days ago

    સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં જુલાઈ મહિના દરમિયાન ખાડી પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરની આફતમાં ફસાયેલા હજારો નાગરિકોને રાહત કેન્દ્રોમાં આશરો આપી ભોજન પૂરું પાડવાના નામે મનપાના આરોગ્ય વિભાગે અંદાજે 60 લાખનું જંગી બિલ બનાવી દીધું છે. આ આખી વ્યવસ્થામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આટલી મોટી રકમના કામ માટે કોઈ નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. હવે આ ગંભીર અનિયમિતતા પર પડદો પાડવા અને 60 લાખના આંધણને કાયદેસરતા આપવા માટે શાસકો પાસે કાર્યોત્તર મંજૂરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગુરુવારે સ્થાયી સમિતિમાં રજૂ થશે દરખાસ્ત પાલિકા પ્રશાસન દ્વારા ટેન્ડર વિના ખાનગી એજન્સીઓને સોંપાયેલા આ કામની મંજૂરી માટે ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરખાસ્તમાં એવો બચાવ રજૂ કર્યો છે કે, તત્કાલીન પૂરના અસામાન્ય સંજોગો અને લોકોની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાને રાખીને ટેન્ડર બહાર પાડી શકાય તેમ નહોતું. જોકે, કટોકટીના ઓઠા હેઠળ નિયમોને નેવે મૂકીને સીધેસીધા ત્રણ કેટરર્સને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવા પાછળ કોઈ આંતરિક ગોઠવણ છે કે કેમ, તે અંગે હવે પાલિકાના રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. 19 દિવસમાં 1.50 લાખ ફૂડ પેકેટ પીરસાયા સત્તાવાર વિગતો મુજબ, લિંબાયતના 51 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી 10 રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા. આ કેન્દ્રોમાં આશ્રય લેનારા પરિવારોને પુરી-શાક, ખીચડી અને ફરસાણના કુલ 1,50,100 ફૂડ પેકેટ્સ વહેંચાયા હોવાનો રિપોર્ટ તૈયાર કરાયો છે. પાલિકાએ ખાનગી સ્તરે પસંદ કરેલા ત્રણ કેટરર્સ દ્વારા આ ફૂડ પેકેટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા, જેમણે પાલિકા તંત્રને કુલ ₹60,05,454નું ફાઇનલ બિલ ફટકાર્યું છે. હવે આ જંગી રકમ ચૂકતે કરવા માટે આરોગ્ય વિભાગ સ્થાયી સમિતિ સમક્ષ આ અનિયમિતતા માફ કરવા વિનંતી કરી રહ્યું છે. ત્રણ તબક્કામાં ચાલી કામગીરી લિંબાયતમાં રાહત ભોજન વિતરણની આ સમગ્ર કામગીરી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ત્રણ અલગ-અલગ તબક્કામાં ચાલી હતી. પ્રથમ તબક્કામાં 7 જુલાઈએ ખાડી પૂર આવતાં 14 જુલાઈ સુધી (8 દિવસ) 10 રાહત કેન્દ્રોમાં ફૂડ પેકેટ અપાયા હતા. ત્યારબાદ 22 જુલાઈએ ફરી પાણી ભરાતા 28 જુલાઈ સુધી (7 દિવસ) વ્યવસ્થા ચાલુ રખાઈ હતી, જ્યારે 31 જુલાઈએ ત્રીજી વખત પૂર આવતા 3 ઓગસ્ટ સુધી (4 દિવસ) કામગીરી કરાઈ હતી. આમ, કુલ 19 દિવસ ચાલેલી આ કામગીરી પાછળ રોજના લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવતા શંકાની સોય વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના પર્વએ જિલ્લા પોલીસ વડાએ 106 પોલીસકર્મીને આપી ભેટ:પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ASIના પ્રમોશન મળ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વસ્ત્રાલમાં તિરંગા થીમ પર ગરબા યોજાયા, ગ્રીન ફોરેસ્ટ બંગ્લોઝના સભ્યોએ રાષ્ટ્રગાન સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment