Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના પર્વએ જિલ્લા પોલીસ વડાએ 106 પોલીસકર્મીને આપી ભેટ:પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ASIના પ્રમોશન મળ્યા

    3 days ago

    ભાવનગર જિલ્લા પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે દિવાળીના તહેવાર ટાણે જ મોટા આનંદના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેય દ્વારા પોલીસ પરિવારના જવાનોને દિવાળીની અનોખી ભેટ આપતાં 106 જેટલા પોલીસ કર્મચારીઓને એકસાથે બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. આ આદેશ અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલમાંથી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી મળતાં સમગ્ર પોલીસબેડામાં ભારે હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. સિનિયોરિટી અને યોગ્યતાના આધારે 106 જવાનોને બઢતી જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પારદર્શિતા અને નિયમોનુસાર સિનિયોરિટી તેમજ ઉત્કૃષ્ટ કામગીરીના આધારે આ પ્રમોશન યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના વિવિધ પોલીસ ડિવિઝનો, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને હેડ ક્વાર્ટરમાં કાર્યરત ૫૫ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે વર્ષોથી ફરજ બજાવતા ૫૧ હેડ કોન્સ્ટેબલને બઢતી આપી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના કર્મચારીઓને યથાવત્ રાખી આંતરિક બદલીઓ કરાઈ પ્રમોશન મેળવનારા મોટા ભાગના પોલીસ જવાનોને તેમના હાલના જ ડિવિઝનમાં જાળવી રાખીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની કામગીરી સુચારુ રીતે ચાલી શકે. જોકે, વહીવટી જરૂરિયાતો અને કાર્યક્ષમતાને ધ્યાને રાખીને અમુક પોલીસ કર્મચારીઓની પ્રમોશન સાથે આંતરિક બદલી પણ કરવામાં આવી છે. તહેવારોની મોસમમાં જ પ્રમોશનના સત્તાવાર ઓર્ડર મળતાં કર્મચારીઓ તેમજ તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Prahaar Box Office Collection Day 6: Rajkummar Rao Starrer Inches Closer To Rs 20 Crore Mark, Check Earnings
    Next Article
    પૂરપીડિતોની સેવાની આડમાં તોતિંગ ખર્ચ:19 દિવસમાં દોઢ લાખ ફૂડ પેકેટ વહેંચી કેટરર્સે 60 લાખનું બિલ ફટકાર્યું, ગુરુવારે સ્થાયી સમિતિમાં ફેંસલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment