Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોડલધામ દશાબ્દિ મહોત્સવ: આમંત્રણ રથ અરવલ્લી પહોંચ્યો:કાગવડમાં 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ભવ્ય ઉજવણી

    3 days ago

    કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન આ મહોત્સવની ઉજવણી કરાશે. આ માટે ગામડે ગામડે આમંત્રણ પાઠવવા મા ખોડલના ત્રણ રથ નીકળ્યા છે. આ આમંત્રણ રથ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામાં પહોંચ્યો હતો. અરવલ્લીમાં આઠ દિવસ સુધી માલપુર, બાયડ અને મોડાસા ખાતે ખોડલ માતાજીની પ્રતિમા સાથેના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લેઉઆ પાટીદાર સમાજના લોકોએ આરતી પૂજન કરીને રથનું સ્વાગત કર્યું હતું. હવે આ રથ મહીસાગર જિલ્લામાં આગળ વધશે. ખોડલધામ કાગવડના દશાબ્દિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં 1008 કુંડી મહા યજ્ઞ, મહારાસ, લોકડાયરો અને મહા ધર્મ સભા જેવા ભક્તિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતાનો સંદેશ આપવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગુજરાતના 3500 લેઉઆ પટેલ સમાજના ગામોના લોકો સહિત અંદાજે 1 કરોડ જેટલી માનવમેદની ઉમટવાની અપેક્ષા છે. આટલી મોટી સંખ્યામાં આવનારા લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવા માટે માત્ર બે દાતાઓ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 3.51 લાખ બાળકોને પોલિયો રસી અપાશે:રવિવારે અભિયાન: 1404 બૂથ પર આરોગ્ય તંત્રની સઘન તૈયારીઓ
    Next Article
    16 વર્ષના સગીરે કારથી બે બાળકીને કચડી, એકનું મોત:મેદાનમાં પાર્ક કરેલી કાર ચાલુ કરી પછી કંટ્રોલ ન થતા સાથે રમતી બંને બહેનપણીને હડફેટે લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment