Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં 3.51 લાખ બાળકોને પોલિયો રસી અપાશે:રવિવારે અભિયાન: 1404 બૂથ પર આરોગ્ય તંત્રની સઘન તૈયારીઓ

    3 days ago

    દાહોદ જિલ્લામાં રવિવારે, 28 જૂન 2026ના રોજ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વયના અંદાજિત 3,51,824 બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી સુરક્ષિત કરવાનું લક્ષ્ય આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત કરાયું છે. આ મહત્વાકાંક્ષી અભિયાનના અસરકારક અમલીકરણ માટે સમગ્ર જિલ્લામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1404 રસીકરણ બૂથ કાર્યરત રહેશે. આ કામગીરીને સફળ બનાવવા માટે 2808 રસીકરણ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો અને સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. સમગ્ર કામગીરીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે 281 સુપરવાઈઝરોને જવાબદારી સોંપવામાં આવી છે. દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો સુધી રસીકરણની સુવિધા પહોંચાડવા માટે 55 મોબાઈલ ટીમો સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળો જ્યાં લોકોની અવરજવર વધુ રહેતી હોય, ત્યાં ટ્રાન્ઝીટ ટીમો તૈનાત કરાશે, જેથી એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય. 28 જૂનના રોજ બૂથ પર રસીકરણ કર્યા બાદ, 29 અને 30 જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવશે અને બાકી રહી ગયેલા બાળકોને સ્થળ પર જ રસી અપાશે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના 5 વર્ષથી નાના બાળકોને અચૂક રસી પીવડાવે. જિલ્લાના આરોગ્ય તંત્રની સજ્જતા અને આયોજનબદ્ધ કામગીરીને પગલે આ રસીકરણ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થશે તેવો વિશ્વાસ વહીવટી અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. રવિવારે દરેક બૂથ પર સવારથી જ રસીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના ચૈતર વસાવા મુદ્દે ભાજપ પર પ્રહાર:'ભાજપનું પ્રેશર ખુલ્લેઆમ દેખાઈ આવે છે, સરકાર સામે અવાજ ઉઠાવનારાને દબાવવા કોર્ટ-પોલીસનો દુરુપયોગ એ વધારે પડતું છે'
    Next Article
    ખોડલધામ દશાબ્દિ મહોત્સવ: આમંત્રણ રથ અરવલ્લી પહોંચ્યો:કાગવડમાં 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ભવ્ય ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment