Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ મહોત્સવનો પ્રારંભ:શહેર ભાજપ દ્વારા 19માં વર્ષે વંદેમાતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો, ધારાસભ્ય સહિતના નેતાઓ ગરબે ઘૂમી બાપાનું સ્વાગત કર્યું

    11 hours ago

    આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઠેર ઠેર ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મુખ્ય ચોક, શાળા કોલેજ, એપાર્ટમેન્ટ, અને સોસાયટીમાં મળી 5000 જેટલા નાના મોટા ગણપતિનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં એક માત્ર રાજકોટમાં શહેર ભાજપ દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેસકોર્સ રિંગરોડ પર મેયર બંગલોથી રેસકોર્સ મેદાન ખાતે બાપાનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા સહીત મહિલા મોરચાની બહેનો ગરબે ઘૂમી હતી. આ ઉપરાંત શહેરના દરેક ગલ્લી મહોલ્લામાં બેન્ડ બાજા અને ઢોલનગારા સાથે બાપાનું પૂજા અર્ચના સાથે વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું છે. 1 લાખ જેટલા લોકો આ પંડાલની મુલાકાત લેશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું છેલ્લા 19 વર્ષથી સ્થાપન કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પણ ગણેશ ચતુર્થી નિમિતે 10 દિવસના આ મહોત્સવની શરૂઆત થઇ છે. દશ દિવસ દરમિયાન 1 લાખ જેટલા લોકો આ પંડાલની મુલાકાત લઇ બાપાના આશીર્વાદ મેળવશે અને વિઘ્નહર્તા રાજકોટને શુખ શાંતિ અને સમૃધ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ઓછો વરસાદ હોવાથી પૂરતો વરસાદ વરસી રહે તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં ગણપતિ મહોત્સવમાં 10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં લોકડાયરો, શ્રીનાથજી ઝાંખી, બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, લાડું સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધા સહીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ વંદે માતરમ 150 વર્ષ સમર્પિત વંદે માતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો છે. ગણપતિ મહોત્સવમાં કુલ 20થી 25 લાખનો ખર્ચ થાય છે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે ગણપતિ મહોત્સવમાં 70 ફૂટ આડો અને 45 ફૂટ લાંબો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેજ કાર્યક્રમ માટે 60 ફૂટ આડો અને 30 ફૂટ ઉભો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ લોકો નિહાળી શકે તેમાં 4થી 5 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં કુલ 20થી 25 લાખનો ખર્ચ થતો હોય છે. જે સંપૂર્ણ ખર્ચ પાર્ટી ફંડમાંથી આપવામાં આવતો હોય છે, કોઈ પાસે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. ગણપતિનો 30 ફૂટ આડો અને 30 ફૂટ લાંબો ડોમ તૈયાર કરવામાં આવ્યો રાજકોટ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક જીમી અડવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે આ વખતે 28માં વર્ષે ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણપતિ મહોત્સવમાં 30 ફૂટ આડો અને 30 ફૂટ લાંબો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દાદાની 8 ફૂટની મૂર્તિ મુકવામાં આવી છે અને મૂર્તિમાં આ વખતે અગ્નિપથ સ્વરૂપમાં ગણેશજીની અદભૂત મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેના એક હાથમાં ત્રિશુલ છે જે અનિષ્ટોનો નાશ કરશે અને બીજા હાથમાં મશાલ છે, અંધકારનો નાશ કરશે. સવારે 10.30 વાગ્યે ઢોલ નગારાના તાલે સ્થાપન કરવામાં આવી છે. ગણેશ પંડાલનો રૂ.1 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અહીં ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. અહીં ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, રાસ ગરબાનું, શ્રીનાથજી ઝાંખી, અને આરોગ્ય નિદાન કેમ્પ પણ યોજાશે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ સમિતિની 20 જેટલા યુવાનોની ટીમ ખડેપગે રહેશે.
    Click here to Read More
    Previous Article
    દાવો- મમતાના 20 બળવાખોર સાંસદોમાંથી 17 ભાજપમાં જશે:યુસુફ પઠાણ સહિત ત્રણનું બહારથી સમર્થન; વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ TMC તૂટી હતી
    Next Article
    બોરસદમાં તોફાની 5.5 ઇંચ:240 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં આભ ફાટ્યું, હવામાન વિભાગની આગાહીથી એલર્ટ, પોલીસ લખેલી કારે 6 વાહનોને ઉડાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment