Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- મમતાના 20 બળવાખોર સાંસદોમાંથી 17 ભાજપમાં જશે:યુસુફ પઠાણ સહિત ત્રણનું બહારથી સમર્થન; વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ TMC તૂટી હતી

    6 hours ago

    મમતા બેનર્જીથી અલગ થયેલા TMCના 20 બળવાખોર સાંસદોમાંથી 17 સાંસદો ઓક્ટોબરમાં દુર્ગા પૂજા પહેલાં કે પછી ભાજપમાં જોડાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કૂચ બિહારના સાંસદ જગદીશ ચંદ્ર બર્મા બસુનિયાના હવાલેથી આ સમાચાર આપ્યા. રવિવારે કોલકાતામાં પત્રકારો સાથેની વાતચીતમાં બસુનિયાએ દાવો કર્યો કે અમે 17 સાંસદો એકસાથે BJPમાં જઈ રહ્યા છીએ. કારણ કે 20 સભ્યોમાંથી બે-તૃતીયાંશથી વધુ સાંસદો સાથે જશે, તેથી પક્ષપલટાનો કાયદો અમારા પર લાગુ પડશે નહીં. બંગાળમાં TMCની હાર પછી 14 જૂને બળવાખોર સાંસદોએ મમતાનો સાથ છોડી દીધો હતો. આ સાંસદોએ ત્રિપુરાની સ્થાનિક પાર્ટી NCPIમાં વિલય કર્યો અને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી. હવે આ સાંસદો સીધા ભાજપમાં જોડાશે જોકે ત્રણ સાંસદો- અબુ તાહેર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણ ભાજપમાં જોડાયા વિના બહારથી NDAને સમર્થન આપશે. સાથી બળવાખોરો અને BJPએ બસુનિયાના દાવાને નકાર્યો બળવાખોર સાંસદ શતાબ્દી રોયે કહ્યું કે હાલમાં અમે બધાએ આવો કોઈ નિર્ણય લીધો નથી. આ બસુનિયાનું અંગત નિવેદન છે. અબુ તાહેર ખાને પણ કહ્યું કે બસુનિયાને બધા સાંસદો વતી બોલવાનો અધિકાર નથી. બીજી તરફ પશ્ચિમ બંગાળ BJP અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ પણ આ દાવાથી અંતર રાખ્યું. તેમણે કહ્યું કે માત્ર ઈચ્છા વ્યક્ત કરવાથી કોઈ વ્યક્તિ BJPમાં સામેલ થઈ જતો નથી. BJP પ્રવક્તા દેબજીત સરકારે પણ આવી કોઈ જાણકારીનો ઇનકાર કર્યો. મમતાથી અલગ થયેલા 20 બળવાખોર સાંસદોના નામ… બળવાખોર સાંસદોના ભાજપમાં જોડાવાની પ્રક્રિયાને 4 સવાલ-જવાબમાં સમજો.... સવાલ: પક્ષપલટા વિરોધી કાયદો શું છે? જવાબ: 1985માં બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બનેલા પક્ષપલટા વિરોધી કાયદાનો ઉદ્દેશ્ય સાંસદો અને ધારાસભ્યોને પક્ષ બદલવાથી અથવા પક્ષના વ્હીપ વિરુદ્ધ મત આપવાથી રોકવાનો છે. ઉલ્લંઘન કરવા પર સભ્યપદ રદ થઈ શકે છે. સવાલ: 17 બળવાખોર સાંસદોને છૂટ કેવી રીતે મળશે? જવાબ: કાયદામાં વિલિનીકરણની છૂટ છે. જો કોઈ પક્ષના વિધાનમંડળના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્યો અન્ય કોઈ પક્ષમાં વિલિનીકરણ કરવાનો નિર્ણય લે છે, તો તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. જોકે, આ છૂટ ત્યારે જ મળશે જ્યારે વિલિનીકરણની કાનૂની શરતો પૂરી થાય. ફક્ત સાંસદોના કોઈ જૂથ દ્વારા બીજી પાર્ટીમાં જવાનો દાવો કરવો પૂરતો છે કે નહીં, તે કાયદા અને સંબંધિત પ્રક્રિયા પર નિર્ભર કરશે. સવાલ: ત્રણ સાંસદો BJPમાં કેમ નહીં જાય? જવાબ: અબુ તાહેર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણે પોતાના વિસ્તારોની રાજકીય અને વહીવટી પરિસ્થિતિઓનો હવાલો આપ્યો છે. સંભવિત કારણોમાં મુસ્લિમ મતદારોની નારાજગીનો ડર અને પોતાના મતવિસ્તારોમાં રાજકીય સમર્થન જાળવી રાખવાનો સમાવેશ થાય છે. તેથી તેઓ BJPમાં જોડાવાને બદલે બહારથી NDAનું સમર્થન કરશે. સવાલ: બંગાળમાં લઘુમતી વોટ બેંકનું કેટલું મહત્વ છે? જવાબ: પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદારો વસતીના લગભગ 30% છે. તેથી તેમનું સમર્થન ચૂંટણી પરિણામો પર મોટી અસર કરી શકે છે અને રાજકીય પક્ષો તેને મહત્વપૂર્ણ માને છે. મમતા પાસે હવે માત્ર 22 ધારાસભ્યો અને 19 સાંસદો બચ્યા છે ટીએમસી પાસે કુલ 28 લોકસભા સાંસદો હતા, જેમાંથી 20 અલગ થઈ ગયા છે. હવે લોકસભામાં મમતા પાસે માત્ર 8 સાંસદો બચ્યા છે. રાજ્યસભાની વાત કરીએ તો 13માંથી બે સાંસદોએ રાજીનામું આપી દીધું છે એટલે કે માત્ર 11 રાજ્યસભા સાંસદો બચ્યા છે. વિધાનસભાની વાત કરીએ તો ટીએમસીએ આ વખતના ચૂંટણીમાં 80 બેઠકો જીતી હતી. જેમાંથી 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. મમતા પાસે માત્ર 22 ધારાસભ્યો બચ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં અમેરિકી પાયલટના બચાવનો વીડિયો સામે આવ્યો:બચવા માટે 50 કલાક પહાડમાં છુપાયેલો રહ્યો; એપ્રિલમાં પડ્યું હતું F-15 ફાઇટર જેટ
    Next Article
    ગણેશ મહોત્સવનો પ્રારંભ:શહેર ભાજપ દ્વારા 19માં વર્ષે વંદેમાતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો, ધારાસભ્ય સહિતના નેતાઓ ગરબે ઘૂમી બાપાનું સ્વાગત કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment