Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1 ના જાતકોને બિઝનેસમાં નવા સોદા મળશે, અંક 6 ના જાતકોએ લક્ષ્ય હાંસલ કરવા કરવી પડશે મહેનત

    6 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયે તમામ દિશામાંથી સફળતા મળશે. વિરોધીઓનો પરાજિત થશે અને ધન લાભના યોગ બનશે. ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે. વિદેશમાં શિક્ષણ મેળવનારા સફળ થશે તથા ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને વિશેષ સફળતા મળશે. બપોરનો સમય અનુકૂળ રહેશે. પરેશાન કરનારા લોકો પાછળ હટશે અને યોજનાઓ સફળ થશે. સાંજે આવક સારી રહેશે. મિત્રોનો સાથ મળશે. વિરોધીઓ હતાશ થશે અને સફળતા મળશે. કરિયર: કાર્યક્ષેત્રમાં સફળતા જળવાઈ રહેશે અને નવા વ્યાપારી સોદા પ્રાપ્ત થશે. લવ: પ્રેમી સાથેનો વિવાદ સમાપ્ત થશે, વૈવાહિક સુખ સામાન્ય રહેશે તથા સંતાન તરફથી સુખ અને સહયોગ મળશે. લકી નંબર: 2-4-9 લકી કલર: આસમાની શું કરવું: વડીલોને યથાશક્તિ નાણાં અથવા અનાજનું દાન કરો. આજે તમારો જ દિવસ રહેશે. અંક સ્વામીનો દિવસ હોવાથી શરૂઆત ઉત્તમ થશે. વિદેશથી લાભ થશે. યોજનાઓને ગુપ્ત રાખવામાં અને સુવિધા અનુસાર લાગુ કરવામાં સફળ રહેશો. નવા વાહનો પાછળ ખર્ચ થવાની સંભાવના છે. પહેલા કરતાં વધુ સારી રીતે તમારું કામ કરવા સક્ષમ બનશો અને આધુનિક સંસાધનોમાં વધારો કરવાનો પ્રયાસ કરશો. દરેક કામમાં સફળતા મળશે. પરિવારના સભ્યો પણ સહયોગ આપશે. કરિયર: અધિકારીઓ સાથે સારું તાલમેલ રહેશે. વેપારમાં લાભ થશે. કળા અને એક્ટિંગ શીખનારાઓને સુવર્ણ તકો મળશે. લવ: પ્રેમમાં સફળતા મળશે અને વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર: 1-2-6 લકી કલર: નારંગી શું કરવું: માં દુર્ગાના દર્શન અને પૂજન કરો. બીજા પ્રત્યે તમારું વર્તન વાંધાજનક હોઈ શકે છે, તેથી નિયંત્રણ રાખો. જમીન-મકાન સંબંધિત કાર્યોમાં આવી રહેલી અડચણો પાર કરવામાં સફળતા મળશે. સગા-સંબંધિઓ તરફથી સમર્થન અને સહયોગ મળશે. સંતાન તરફથી સુખ મળશે અને માન-સન્માનમાં વધારો થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. બપોર અને સાંજનો સમય અનુકૂળ રહેશે. આવક સારી રહેશે. કાર્યોમાં સફળતા નિરંતર રહેશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. કરિયર: અધિકારીઓ તરફથી સહયોગ મળશે. વ્યાપારી યાત્રાના યોગ છે. પરિણામ પક્ષમાં આવશે અને કાર્યોની પ્રશંસા થશે. લવ: પ્રેમમાં નિરાશા મળી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 2-5-8 લકી કલર: લીલો શું કરવું: સરસ્વતીજીની આરાધના અને દર્શન કરો. દિવસ સામાન્ય રહેશે. કામને મહત્ત્વ ન મળવાથી ખીન્નતા આવી શકે છે અને અજ્ઞાત ભય કે ચિંતા જળવાઈ રહેશે. પોતાના પરાક્રમથી પણ સંતોષ નહીં રહે. વિચારોને અન્ય લોકો સાથે શેર કરવાથી શાંતિ મળશે. કોઈ વિશેષ કામ ન થવાથી નિરાશા વધી શકે છે, પરંતુ દિવસના અંતે શુભ સમાચાર મળવાથી સુખ વધારો કરશે. યાત્રાઓના યોગ છે. રોકાણ કરતા પહેલા સાવધાની રાખો. જોખમથી બચો. એકલા બહાર જવાનું ટાળો. કરિયર: વેપારમાં અસંતોષ રહેશે અને નોકરીમાં તણાવ થઈ શકે છે. લવ: પ્રેમમાં ક્રોધના કારણે વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: જાંબલી શું કરવું: ગાયત્રી મંત્રનો 10 વખત જાપ કરો. ભાગ્ય અનુકૂળ રહેલું છે. તમામ મનપસંદ કે જરૂરી કાર્યો કરવાનો આ સુવર્ણ અવસર છે. આવકમાં વધારો થશે. નવા કાર્યો મળશે. દિવસ દરમિયાન કોઈ અડચણ ઊભી થશે નહીં અને અન્ય સહયોગ પણ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે અને કાર્યોની પ્રશંસા થશે. ખાસ કામ પૂરું થવાથી આનંદ રહેશે. સાંજે પણ સમય અનુકૂળ રહેશે. સહયોગ મળશે અને કાર્યો સમયસર પૂરા કરવામાં સફળ રહેશો. ગોપનીયતા ભંગ થઈ શકે છે. કરિયર: નોકરીમાં નવી જવાબદારી વધી શકે છે. બેરોજગારોને રોજગાર મળશે. અધિકારીઓ અનુકૂળ રહેશે તથા વ્યવસાયમાં પ્રગતિ થશે. લવ: પ્રેમમાં ખુશીઓ જળવાઈ રહેશે. વૈવાહિક જીવન પણ સુખમય રહેશે. લકી નંબર: 2-4-6 લકી કલર: વાદળી શું કરવું: શિવજીને આંકડાનું ફૂલ અર્પણ કરો. કામ વધારે રહેશે અને બિનજરૂરી પરેશાની પણ રહેશે. યોજનાઓ સફળ ન થવાથી તણાવ થઈ શકે છે અને અજ્ઞાત ભય તથા ચિંતા જળવાઈ રહેશે. લક્ષ્ય હાંસલ કરવામાં મુશ્કેલીઓ આવશે. કાર્યસ્થળ પર સહજ રહો નહીંતર નુકસાન થઈ શકે છે. સંસાધનો સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. સાંજના સમયે તણાવ રહી શકે છે અને વિવાદ પણ થઈ શકે છે. કરિયર: નોકરીમાં અધિકારીઓ નારાજ થઈ શકે છે. વેપાર અન્ય લોકોના સહયોગથી સરળ રહેશે. લવ: પ્રેમી ભાગીદાર તરફથી સહયોગ મળશે અને જીવનસાથી અનુકૂળ રહેશે. લકી નંબર: 2-4-5 લકી કલર: પીળો શું કરવું: શ્રી રામ નામના 108 વખત જાપ કરો. માહિતીના અભાવે કાર્યસ્થળ પર તણાવ બની શકે છે. ભાઈ-બહેનો વચ્ચે વિવાદ થવાની પણ સંભાવના છે. વિદેશ જનારાઓને સફળતા મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને મિત્રો સહયોગ આપશે. બપોરે પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ રહેશો. ક્રોધનું પ્રમાણ વધી શકે છે. આવક ઉત્તમ રહેશે. સમય અનુસાર કામ કરી શકશો. દિવસના અંત સુધીમાં કોઈ મોટું કામ મળી શકે છે. કરિયર: રાજકારણીઓને પદનો લાભ અને નોકરીયાતો માટે સારા સમાચાર મળશે. વેપારમાં સફળતા મળશે. લવ: પ્રેમમાં નિરાશા મળી શકે છે. જીવનસાથી સાથેનો તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 2-3-6 લકી કલર: ગુલાબી શું કરવું: સૂર્યદેવને પુષ્પ મિશ્રિત જળથી અર્ઘ્ય અર્પણ કરો. સવારના સમયે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો અને રુચિ પણ વધશે. ઘરની અંદર જ કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે અને વિદ્યાર્થીઓથી શિક્ષકો નારાજ થઈ શકે છે. બપોરે સામાન્ય સુધારાની શક્યતા છે. ખર્ચ પર નિયંત્રણ રાખવામાં સફળ રહેશો. સહયોગ મળવાથી કામ પાર પાડવામાં સફળ થશો. સાંજે રાહત મળશે. આવકમાં સુધારો થશે અને મન પ્રસન્ન રહેશે. વાહનને કારણે સમસ્યા આવી શકે છે. કરિયર: કૃષિ, પશુ, ધાતુ અને જમીનથી લાભ થવાની શક્યતા છે. લવ: પ્રેમ સંબંધોમાં એવું કોઈ કામ થઈ શકે છે જે બદનામી કરાવી શકે છે. લકી નંબર: 2-3-7 લકી કલર: સફેદ શું કરવું: નાના ગરીબ બાળકને જૂના વસ્ત્રો દાન કરો. સવારનો સમય તમામ પ્રકારે આત્મવિશ્વાસ વધારનારો રહેશે અને આર્થિક પ્રગતિ કરાવશે. સુવિધાઓ પ્રાપ્ત થશે તથા યોજનાઓ સફળ થવાની સાથે જ લક્ષ્ય મેળવવામાં સફળ રહેશો. જૂના ઓળખીતાઓ તરફથી સહયોગ મળશે. ઉપલબ્ધ તકનો લાભ ઉઠાવવામાં સફળ રહેશો. પરિણામ પક્ષમાં આવશે. કરિયર: કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને વ્યાપારી યાત્રાના યોગ છે. લવ: પ્રેમમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. વિવાહ યોગ્ય જાતકોને લગ્નના પ્રસ્તાવ મળશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લાલ શું કરવું: મહાકાળીના દર્શન કરો અને લાલ પુષ્પ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    19 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ અને સિંહ રાશિના લોકોને મળશે લાભની તક, વૃષભ-તુલા જાતકો માટે ધીરજ અને સમજદારીનો દિવસ
    Next Article
    23 સપ્ટેમ્બરે વડોદરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ:MS યુનિવર્સિટીના 75માં પદવીદાન સમારોહમાં 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ એનાયત કરાશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment