Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 સપ્ટેમ્બરે વડોદરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ:MS યુનિવર્સિટીના 75માં પદવીદાન સમારોહમાં 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ એનાયત કરાશે

    7 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો 75મો પદવીદાન સમારોહ આગામી તા. 23 સપ્ટેમ્બરના રોજ યોજાશે. યુનિવર્સિટીના આ ઐતિહાસિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપશે. 75માં પદવીદાન સમારોહ દરમિયાન યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી અને કોલેજોના વિદ્યાર્થીઓને કુલ 202 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 60 ગોલ્ડ મેડલ UG અને 141 ગોલ્ડ મેડલ PG કક્ષાના છે. જ્યારે ‘Works under Frontier Areas in Chemistry (Lecture Series)’ શ્રેણી હેઠળ એક ગોલ્ડ મેડલ એનાયત થશે. ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ આશરે 63 ટકા છે. આ આંકડા ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના ક્ષેત્રે વિદ્યાર્થિનીઓની નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. ફેકલ્ટીવાર ગોલ્ડ મેડલની વાત કરીએ તો Faculty of Technology Engineeringમાં સૌથી વધુ 33, Faculty of Medicineમાં 32, Faculty of Scienceમાં 25, Faculty of Artsમાં 17, Faculty of Commerceમાં 15, Faculty of Family Community Sciencesમાં 14, Faculty of Fine Artsમાં 13 અને Faculty of Education Psychologyમાં 11 ગોલ્ડ મેડલ એનાયત થશે. આ ઉપરાંત Faculty of Law અને Faculty of Management Studiesમાં 10-10, Faculty of Performing Artsમાં 7, Faculty of Social Workમાં 6, Faculty of Pharmacyમાં 4, Baroda Sanskrit Mahavidyalayaમાં 3 અને Faculty of Journalism Communicationમાં 2 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના 75 Years of Legacy અને ‘75 Years of Excellence’ની યાત્રામાં આ 75મો પદવીદાન સમારોહ વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    19 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1 ના જાતકોને બિઝનેસમાં નવા સોદા મળશે, અંક 6 ના જાતકોએ લક્ષ્ય હાંસલ કરવા કરવી પડશે મહેનત
    Next Article
    अमेरिका सउदी को F-35 फाइटर जेट बेचकर ठग रहा? US-Saudi Arabia F-35 Deal।Houthi Attack on Saudi Arabia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment