Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બાળકીના મોત બાદ રાજ્યભરમાં તવાઈ:187 રેસ્ટોરન્ટમાં દરોડા, 137 રેસ્ટોરન્ટ બંધ, 6 સીલ; 4ના લાયસન્સ સસ્પેન્ડ

    12 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં 18 ઓગસ્ટે ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં પાંચ વર્ષની બાળકીના દુઃખદ મોત બાદ રાજ્યના આરોગ્ય વિભાગે હોટલ-રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 187 રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 137 રેસ્ટોરન્ટમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ મળી આવતા તેમને તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનાર 6 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. રાજકોટથી નડિયાદ સુધી સીલની કાર્યવાહી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોનો ભંગ કરનાર 2 રેસ્ટોરન્ટ, રાજકોટ જિલ્લામાં 1 અને નડિયાદ જિલ્લામાં 3 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 40 રેસ્ટોરન્ટને ખામીઓ દૂર કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર ક્ષતિઓ બદલ 4 રેસ્ટોરન્ટના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ બાળકીના મોત બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ 209 હોટલ-રેસ્ટોરન્ટ અને 34 ઢાબામાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કિચનની સફાઈ, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ડેરી પ્રોડક્ટ્સ અંગેના ડિસ્પ્લે બોર્ડ સહિતની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોમાં ખામી બદલ 128 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ આપી રૂ.4,43,800નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે. ગંભીર અસ્વચ્છતા અને ખામીઓ ધરાવતી 43 હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. આરોગ્ય મંત્રીનો કડક આદેશ સુરતમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર રાજ્યની રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની સઘન ચકાસણી માટે ખાસ ડ્રાઇવના આદેશ આપ્યા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, અસ્વચ્છતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયાની ધરપકડ:3 સગાભાઈ અને પુત્ર રવિ પાનસુરિયા સામે રૂ.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી
    Next Article
    ભરૂચમાં લિફ્ટમાંથી 4 વર્ષીય બાળક ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયું:માથાના ભાગે ગંભીર ઈજા, સારવાર માટે વડોદરા ખસેડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment