Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં રાષ્ટ્રીય એકતા દિવસના 186 કાર્યક્રમો યોજાશે:પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી, 1.42 લાખથી વધુ નાગરિકો જોડાશે

    16 hours ago

    બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ અને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બંને કાર્યક્રમોની વિગતો આપવા માટે જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રસંગે તેમણે નાગરિકો અને ખેડૂતોને કાર્યક્રમોમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. 31 ઓક્ટોબરે 183 ગામો અને 3 નગરપાલિકા વિસ્તારોમાં કાર્યક્રમો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લાના 183 ગામો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં કુલ 186 કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં 1.42 લાખથી વધુ નાગરિકો સહભાગી થવાની અપેક્ષા છે. સવારે એકતા પરેડ, સાંજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે 8 વાગ્યે જૂના એપીએમસીથી હાઈસ્કૂલ સુધી એકતા પરેડ યોજાશે. ત્યારબાદ સાંજે એપીએમસી યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમોની સફળતા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 66,063 ખેડૂતોના ખાતામાં રૂ. 13.21 કરોડની સહાય જમા થશે બીજી તરફ, 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. આ અંતર્ગત બોટાદ જિલ્લાના 66,063 લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે રૂ. 13.21 કરોડની સહાય જમા કરવામાં આવશે. ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન અપાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ દરમિયાન ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ બંને કાર્યક્રમોમાં નાગરિકો અને ખેડૂતોને વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી સહભાગી બનવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'દેશી ગર્લ'નું વિદેશમાં કરવા ચોથનું સેલિબ્રેશન:પ્રિયંકા ચોપરાએ હથેળીમાં 'પિયા' નિકનું નામ લખાવ્યું; દીકરી અને પતિ સાથે ફોટો શેર કર્યાં
    Next Article
    ભજન જામિંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા:જામનગરના સ્વદેશી મેળા–શોપિંગ ફેસ્ટિવલ 2026માં જય પરમાર, રીના ગજ્જર અને જયેશ દવેએ ભજનો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment