Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દેશી ગર્લ'નું વિદેશમાં કરવા ચોથનું સેલિબ્રેશન:પ્રિયંકા ચોપરાએ હથેળીમાં 'પિયા' નિકનું નામ લખાવ્યું; દીકરી અને પતિ સાથે ફોટો શેર કર્યાં

    16 hours ago

    બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા લગ્ન કરીને ભલે વિદેશમાં વસી ગઈ હોય, પણ તે ભારતીય સંસ્કૃતિ અને તહેવારોને ભૂલી નથી. પ્રિયંકા ચોપરાએ યુએસમાં પતિ નિક જોનસ સાથે કરવા ચોથની ઉજવણી કરી. આ દરમિયાન દીકરી માલતી મેરીનું પિતા નિક સાથેનું ખાસ બોન્ડિંગ પણ જોવા મળ્યું. હથેળીમાં પિયાના નામની મહેંદી પ્રિયંકા ચોપરાએ કરવા ચોથના દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે પતિ નિક સાથે તહેવાર ઉજવતી જોવા મળી રહી છે. પ્રિયંકાએ ઇન્સ્ટા સ્ટોરી પર હથેળીની બે તસવીરો શેર કરી છે. પહેલાં ફોટોમાં તેના હાથમાં મહેંદીથી પતિ નિક અને દીકરી માલતી મેરીના નામનો પહેલો અક્ષર લખેલો દેખાય છે. આ ફોટો સાથે પ્રિયંકાએ લખ્યું, 'DIY, પિયા કે નામ કી મહેંદી.' મહેંદીના ઘેરા રંગ માટે ચાસણી લગાવી સાથે જ તેણે બીજા ફોટોમાં ચાહકો પાસેથી અભિપ્રાય માંગ્યો. તેણે મહેંદીવાળો હાથનો ફોટો શેર કરીને પૂછ્યું, 'પ્રશ્ન એ છે કે શું ખાંડની ચાસણી કામ કરશે. જેઓ જાણે છે, તેઓ સમજી ગયા હશે.' વાસ્તવમા ખાંડની ચાસણીને મહેંદી પર લગાવવાથી ઘેરો રંગ મેળવવામાં મદદ મળે છે. પ્રિયંકાના આ પ્રશ્નએ સાબીત કરી દીધું કે તે ભારતીય રીત-રિવાજો સાથે જોડાયેલી નાનામાં નાની વાત પણ ભૂલી નથી. પિતા-પુત્રીનો પ્રેમ છલકાયો પ્રિયંકાએ શેર કરેલા ત્રીજા ફોટોમાં દીકરી માલતી મેરી પિતા નિક જોનસને ભેટતી હોવાનું જોવા મળી રહી છે. માલતીએ ઇન્ડો-વેસ્ટર્ન કપડાં પહેરેલા જોવા મળી રહ્યા છે. ફોટોની સાથે પ્રિયંકાએ કેપ્શનમા લખ્યું, 'પપ્પા ઘરે આવી ગયા, મારી આખી દુનિયા એક જ ફ્રેમમાં. કરવા ચોથની શુભેચ્છાઓ.' સાથે જ તેણે પૂજા ભટ્ટનું ગીત 'ગલી મેં આજ ચાંદ નિકલા' શેર કર્યું. ચાંદ નીકળવાની અધિરાઈથી રાહ જોઈ જ્યારે ચોથા ફોટોમાં પ્રિયંકાએ સેલ્ફી શેર કરી. સેલ્ફીમાં તે લાલ આઉટફિટમાં દેખાઈ. તેણે લાલ ચાંલ્લો, ગોલ્ડન જ્વેલરી, ઘડિયાળ અને ટોપી પહેરેલી હતી. આ ફોટો સાથે તેણે લખ્યું, 'આ ચાંદ ક્યારે નીકળશે?' સ્ટોરી જોઈને લાગ્યું કે પતિના લાંબા આયુષ્ય માટે રાખેલા વ્રતના કારણે પ્રિયંકાને ખૂબ ભૂખ લાગી છે અને તે અધિરાઈથી ચાંદ નીકળવાની રાહ જોઈ રહી છે. નિક સાથે કરવા ચોથની પૂજા કરી છેલ્લે પ્રિયંકાએ પતિ નિક સાથે કરેલી કરવા ચોથની પૂજાનો ફોટો શેર કર્યો. ફોટોમાં લાલ ડ્રેસમાં સજેલી પ્રિયંકાના હાથમાં પૂજાની થાળી, કરવો અને ચાળણી દેખાય છે. સાથે જ નિકે પણ ઓફ-વ્હાઇટ કલરનો કૂર્તો પહેર્યો છે. ફોટો સાથે પ્રિયંકાએ લખ્યું, 'ઓકે, હું દર વર્ષે થોડી ફિલ્મી છું.' આ સાથે જ તેણે ઐશ્વર્યા રાય બચ્ચનનું ગીત 'ચાંદ છૂપા બાદલ મેં' શેર કર્યું. દશેરાની પણ પૂજા કરી હતી નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા વિદેશમાં પણ ભારતીય રીત-રિવાજોને ધામધૂમથી ઉજવે છે. થોડા દિવસ પહેલાં જ તેણે લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરે દશેરાની ઉજવણી કરી હતી. આ દિવસે તેણે પૂજા, શિવલિંગ અભિષેક, હવન અને કન્યા પૂજા જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવ્યા હતા. નિક જોનસે પણ પત્ની પ્રિયંકાનો સાથ આપ્યો હતો. તે કન્યા પૂજન દરમિયાન દીકરી માલતી મેરીના પગ ધોતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે માલતી મેરીએ આઇવરી રંગનો આઉટફીટ અને 'જય માતા દી' લખેલો દુપટ્ટો ઓઢ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Woman Tries To Throw Purse At Bombay Court Judge, Faces Contempt Proceedings
    Next Article
    બોટાદમાં રાષ્ટ્રીય એકતા દિવસના 186 કાર્યક્રમો યોજાશે:પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી, 1.42 લાખથી વધુ નાગરિકો જોડાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment