Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વિશ્વકર્મા મહિલા મંડળે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી:સમાજના 185 સભ્યોએ ભાગ લીધો, ઝાલાવાડ 11 વિજેતા બન્યું

    11 hours ago

    સુરેન્દ્રનગરમાં વિશ્વકર્મા મહિલા મંડળ અને સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં સમાજના ભાઈઓ અને બહેનો સહિત 185થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝાલાવાડ 11 રતનપર ટીમે વિજેતા પદ હાંસલ કર્યું, જ્યારે બ્રધર 11 રનર અપ રહી. વેકેશનના માહોલમાં આ ટુર્નામેન્ટનું આયોજન સમાજના પરિવારો વચ્ચે નિકટતા અને સામાજિક પરિચય કેળવવાના હેતુથી કરાયું હતું. આ ઉપરાંત, બહેનોને ઘરકામ ઉપરાંત રમતગમતમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો પણ મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ ટુર્નામેન્ટ 2 મે, 2026, શનિવારના રોજ સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન સુરેન્દ્રનગરના જીનતાન ઉદ્યોગનગર સ્થિત થન્ડર સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાઈ હતી. કુલ ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી. સમાજના અગ્રણીઓ અને દાતાઓએ વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને શિલ્ડ એનાયત કર્યા હતા. આ આયોજન સમાજમાં એકતા અને ભાઈચારો વધારવામાં મદદરૂપ બન્યું.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું:પાડોશમાં રમતી બાળાને ઉઠાવી ગયો હતો, તબિયત લથડતા જાણ થઈ, પોરબંદરનો શરમજનક કિસ્સો
    Next Article
    પાટણ અભયમે વિખેરાતો સંસાર બચાવ્યો:સાસુ-પતિએ કાઢી મૂકેલી પરણિતાને દીકરી પરત અપાવી, સિદ્ધપુરમાં જેઠાણી સહિત પરિવારજનોએ પરિણીતાને 5 લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment