Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર:7 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નહીં, બાદમાં ઠંડી વધશે

    6 hours ago

    રાજ્યમાં આગામી 19 નવેમ્બર સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તટીય વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફની રહેશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15 થી 20 નોટની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ, બપોરે ગરમી હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે વાતાવરણમાં મિશ્ર અસર જોવા મળી રહી છે, જેના લીધે બપોરે ગરમી અને સવારે તથા રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે ઠંડીમાં વિશેષ વધારો થવાની સંભાવના નથી. અમદાવાદ શહેરમાં આગામી 24થી 48 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે. અમરેલીમાં સૌથી નીચુ તાપમાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત, સૌથી નીચું તાપમાન અમરેલીમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં 3.51 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.
    Click here to Read More
    Previous Article
    'સાહિલને છોડાવવા યુક્રેન આવી છું, ભારત સરકાર રિપ્લાય નથી આપતી':મોદીજી તમારા એક ઇમેલથી આ ગુજરાતી યુવક ઇન્ડિયા આવી શકે છે, તેનું ફ્યુચર આપણા હાથમાં છે: દીપા જોસેફ
    Next Article
    દિવાળીમાં એસટી બસમાં મુસાફરોનો ધસારો:રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 100 એક્સ્ટ્રા બસ સહિત 16 નવી બસ દોડી, ટિકિટ બુકિંગમાં ટેકનિકલ ખામીથી મુસાફરો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment