Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં એસટી બસમાં મુસાફરોનો ધસારો:રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 100 એક્સ્ટ્રા બસ સહિત 16 નવી બસ દોડી, ટિકિટ બુકિંગમાં ટેકનિકલ ખામીથી મુસાફરો પરેશાન

    6 hours ago

    દિવાળીના તહેવારોમાં રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક રૂ.85 લાખ સુધી પહોંચી ગઈ છે. જે સામાન્ય દિવસોમાં રૂ.60થી 65 લાખ સુધી હોય છે. તહેવારો દરમિયાન ખાનગી બસોના ભાડા બમણા થઈ ગયા હતા ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેના થકી રૂ.63 લાખની આવક થઈ છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપોમાં 513 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી જેમાં 21,343 મુસાફરોએ મુસાફરી કરી. વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી વિભાગને દિવાળીમાં 16 નવી બસોની ફાળવણી કરવામાં આવી. જોકે આ દરમિયાન તહેવારોના કારણે એસટી બસ મોડી પડવાની સાથે ઓનલાઇન એડવાન્સ ટિકિટ બુકિંગ દરમિયાન ટેકનિકલ ખામીના લીધે લોકોને ટિકિટનું કન્ફર્મેશન ન મળવું જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તહેવારમાં પ્રાઈવેટ બસોમાં ભાડું વધી ગયું મુસાફર અલ્પેશ રાઠોડે જણાવ્યું હતું કે, આજે મારે રાજકોટથી દાહોદ જવું છે. ગવર્મેન્ટની બસનું ભાડું ઓછું હોય છે જ્યારે પ્રાઇવેટ બસમાં જઈએ તો ભાડું ખૂબ જ વધારે હોય છે. એટલું બધું તો ભાડું તો સામાન્ય માણસને પોસાતું નથી. જ્યારે સરકારી બસમાં ઓછા ભાડાની સાથે મુસાફરોની સુરક્ષા પણ હોય છે. રાજકોટથી દાહોદની વોલ્વો બસમાં રૂ.500 આસપાસ તો પ્રાઇવેટ બસમાં તહેવારમાં આ ભાડું રૂ.1,500થી 2,000 લેવામાં આવે છે. રસ્તામાં એસ.ટી.બસ બંધ થાય તો બીજી બસની વ્યવસ્થા થાય વૃદ્ધ મુસાફર અનંતરાયે કહ્યું કે, રાજકોટથી આણંદ જવું છે. જેના માટે એસટી બસમાં ટિકિટ સરળતાથી મળી ગઈ છે. પ્રાઇવેટ બસમાં તો ભાડું વધારે હોય છે આ સાથે સરકારી બસમાં સવારી પણ સલામત હોય છે. રસ્તામાં એસટી બસ ક્યાંય બંધ પડી જાય તો બીજી બસની વ્યવસ્થા કરવામાં આવે છે. એડવાન્સ બુકિંગ કરાવ્યું પણ ટિકિટ કન્ફર્મેશન ન આવ્યું ટિકિટ બારી પર કતારમાં ઉભા રહેલા મુસાફર રાજુ જાદવે કહ્યું હતું કે, રાજકોટથી અમદાવાદ જવું છે જેના માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ ગયા છે. પરંતુ ટિકિટ કન્ફર્મેશનનો મેસેજ ન આવતા તે કન્ફર્મ કરવા માટે અહીં કતારમાં ઉભો છું. દિવાળીના તહેવારના લીધે અહીં ભીડ છે. દૈનિક આવકમાં રૂ.20 લાખનો વધારો રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, સર્વપ્રથમ તો દરેક મુસાફર જનતાને નવા વર્ષના શુભેચ્છાઓ. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીને અનુલક્ષીને ગત તા.4 થી 11 નવેમ્બર સુધી 100 જેટલી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના થકી રૂ.63 લાખની આવક થઈ છે. આ સાથે જ મુસાફરોના ધસારાના કારણે એસ.ટી.બસની દૈનિક આવકમાં એવરેજ 15 થી 20 લાખનો વધારો થયો છે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા અને દાહોદ પંથકમાં ટ્રાફિક વધારે જોવા મળ્યો છે. રાજ્ય સરકાર તરફથી રાજકોટ વિભાગમાં 16 નવી બસ ફાળવવામાં આવી છે. જેનાથી મુસાફરોને ઘણી રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર:7 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નહીં, બાદમાં ઠંડી વધશે
    Next Article
    પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ટુરિસ્ટ ઉમટ્યા:સિંહ-વાઘ અને રંગબેરંગી પક્ષીઓ જોવા 50 હજારથી વધુ મુલાકાત લેશે, પ્રવાસીઓએ કહ્યું-કુદરતી વાતાવરણ અને ઘટાદાર વૃક્ષોનો છાંયો અદ્ભૂત છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment