Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાહિલને છોડાવવા યુક્રેન આવી છું, ભારત સરકાર રિપ્લાય નથી આપતી':મોદીજી તમારા એક ઇમેલથી આ ગુજરાતી યુવક ઇન્ડિયા આવી શકે છે, તેનું ફ્યુચર આપણા હાથમાં છે: દીપા જોસેફ

    7 hours ago

    મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ પણ સતત ભારત અને યુક્રેન સરકાર સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છે. હાલમાં વકીલ દીપા જોસેફે યુક્રેન ગયા છે ત્યાં યુક્રેનની સરકારે ગુજરાતી યુવકને મુક્ત કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે જો કે, ભારત સરકાર તરફથી કોઈ રિપ્લાય ન અપાતો હોવાનો વકીલે દાવો કર્યો છે. વકીલ દીપા જોસેફે એક વીડિયો સોશયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધી મને યુક્રેન સરકાર અને તેમના અધિકારીઓ તરફથી જેટલો સારો સહકાર અને સન્માન મળ્યું છે, તેટલો સહકાર મને આપણા ભારત દેશ તરફથી નથી મળ્યો. વધુમાં જણાવ્યું કે, હું આપણા અધિકારીઓને, વડાપ્રધાન મોદીજી, રાષ્ટ્રપતિ અને જયશંકરજી આપ સૌને એ વિનંતી કરું છું કે, ફક્ત આપ લોકોના એક ઈમેલ પર આ છોકરો અહીંથી પોતાના દેશ ભારત પાછો આવી શકે છે. 21-22 વર્ષના એક યુવાનનું આખું ભવિષ્ય આપણા હાથમાં છે. તો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જેટલું જલ્દી બને તેટલું જલ્દી આપ યુક્રેન સરકાર, તેમના બ્રિગેડિયર અને તેમની એમ્બેસી સાથે સંકલન કરીને તેને છોડાવવાની જે પણ પ્રક્રિયા હોય તે પૂરી કરશો. 5 નવેમ્બરે માતા સાથે વીડિયો કોલથી કરી હતી વાત મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના વતની સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. ગત 5 નવેમ્બેરે દિલ્હી હાઈકોર્ટના તેના વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ડિટેન્શન સેન્ટરમાં સાહિલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વકીલે સાહિલની તેનાં માતા હસીનાબેન સાથે વ્હોટ્સએપ કોલ મારફતે વાતચીત કરાવી હતી. આશરે બે મહિનાના લાંબા સમયગાળા બાદ માતા-પુત્ર વચ્ચે 20 થી 25 મિનિટ સુધી વાતચીત થતાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કેવી રીતે રશિયામાં ડ્રગ્સ કેસમાં ફસાયો ? સાહિલ વર્ષ 2024માં અભ્યાસ અર્થે રશિયા ગયો હતો, જ્યાં તે કુરિયર બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. અજાણતામાં ડ્રગ્સ ધરાવતું એક પાર્સલ ડિલિવરી માટે આવતાં રશિયાની કોર્ટે તેને 7 વર્ષની સજા ફટકારી જેલમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જેલના કેદીઓને યુદ્ધમાં મોકલવાની નીતિ હેઠળ સાહિલે ના પાડી હોવા છતાં તેને જબરદસ્તીથી હથિયારો સાથે યુક્રેન સરહદે લડવા મોકલી દેવાયો હતો. યુક્રેન સૈન્ય સમક્ષ સરન્ડર કર્યું હતું યુદ્ધમાં નિર્દોષ લોકો સામે લડવાને બદલે સાહિલે 8 ઓક્ટોબર 2025ના રોજ યુક્રેન સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં સુરક્ષિત છે. જે તે સમયે કોલ પર વાતચીત દરમિયાન સાહિલે જણાવ્યું હતું કે તે હાલ ત્યાં સોફા અને ફર્નિચર બનાવવાની કામગીરી કરે છે તથા યુક્રેન આર્મી અને સરકાર તરફથી તેને પૂરતો સહકાર મળી રહ્યો છે. તેણે મોરબી સ્થિત પોતાના પરિવારજનોના ખબરઅંતર પણ પૂછ્યા હતા. પુત્રને ભારત પરત લાવવા પરિવારની કાનૂની લડાઈ સાહિલને સલામત રીતે વતન ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેન દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સ્થાનિક સાંસદ-ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં પણ કાનૂની પ્રક્રિયા ચાલુ છે. પરિવારજનોને આશા છે કે દિલ્હી હાઈકોર્ટ અને વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપથી સાહિલ વહેલી તકે મોરબી પરત ફરશે.
    Click here to Read More
    Previous Article
    ‘ટૉક્સિક’માં કિયારાના ઇન્ટિમેટ સીન પર પતિનું રિએક્શન!:લવ સ્ટોરીની શરૂઆતમાં જ સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ કર્યું હતું; કરણ જોહરના કારણે ગે પાર્ટીમાં મળ્યાં
    Next Article
    18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર:7 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નહીં, બાદમાં ઠંડી વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment