Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 1.82 લાખથી વધુ ખેડૂતોને PM કિસાન સહાય મળી:જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં "PM કિસાન ઉત્સવ દિવસ" ઉજવાયો

    9 hours ago

    આજે દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી (આસામ) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.18650 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ પ્રસંગે યોજનાનો 22મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. આ અવસરે પાટણ ખાતે ન્યુ શાકભાજી માર્કેટમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું ગુવાહાટીથી આપવામાં આવેલું સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રાજ્યમાં આ યોજના અંતર્ગત 49.59 લાખથી વધુ ખેડૂતોને રૂ.1028 કરોડથી વધુની સહાય 22મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને રૂ.2000 લેખે કુલ રૂ.37.56 કરોડની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં કુલ 3,96,268 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ હેઠળ કુલ 32,282 ખેડૂતોને રૂ.7857.03 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો, મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળ્યું છે. પ્રમુખે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:LCBએ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાયેલો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો
    Next Article
    તંત્ર કહે છે ‘સ્ટોક ફૂલ’, વેપારીઓએ કહ્યું ‘સિલિન્ડર ક્યાં છે?’:સુરતની 39 એજન્સીઓ પર પુરવઠા વિભાગના દરોડા, 5164 મેટ્રિક ટન જથ્થો હોવા છતાં અછત કેમ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment