Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પરની આકર્ષક એડ જોઈ રોકાણ કરવું ભારે પડ્યું:ફોરેક્ષ ટ્રેડિંગના નામે 1.82 કરોડની ઠગાઈ, પાંડેસરાના કાપડ વેપારીને ઊંચા વળતરની લાલચ આપી 'Cap Place' વેબસાઈટે લૂંટ્યા

    14 hours ago

    સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા અને પાંડેસરા ખાતે કાપડનો વ્યવસાય કરતા વેપારી સાથે 1,82,91,773ની મોટી સાયબર છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી વેપારી જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને 'Cap Place' નામના પ્લેટફોર્મની ફોરેક્ષ ટ્રેડિંગ સંબંધિત આકર્ષક જાહેરાત જોવા મળી હતી. જાહેરાતમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની મોટી લાલચ આપવામાં આવી હતી. આ ઝાંસામાં આવીને વેપારીએ જાહેરાત સાથે આપેલી લિંક પર ક્લિક કર્યું હતું અને CapPlace.com નામની વેબસાઈટ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે પોતાનો મોબાઈલ નંબર, વિગતો તથા બેંક ખાતાની તમામ જરૂરી માહિતી ભરીને એક નવું ટ્રેડિંગ એકાઉન્ટ રજીસ્ટર કર્યું હતું. ટેલિગ્રામ બોટ અને 'ડેનિયલ ડી.' નામના શખ્સનું ગાઈડન્સ એકાઉન્ટ સફળતાપૂર્વક બની ગયા બાદ આરોપી ડેનિયલ ડી. અને તેના સહયોગીઓએ અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી સંપર્ક સાધીને વેપારીને ફોરેક્ષ ટ્રેડિંગ ક્ષેત્રે માર્ગદર્શન આપવાના નામે વિશ્વાસમાં લીધા હતા. ઠગોએ વાતચીત અને વ્યવહાર માટે ટેલિગ્રામ એપ્લિકેશનના વિશિષ્ટ બોટ એકાઉન્ટ (⁠@CapPlace_Account_Manager_bot⁠)નો ઉપયોગ શરૂ કર્યો હતો. આ ટેલિગ્રામ બોટ મારફતે ફરિયાદીને કયા સમયે, કયા બેંક ખાતામાં અને કેટલી રકમ જમા કરાવી તેની તબક્કાવાર સૂચનાઓ આપવામાં આવતી હતી. ઠગોની મીઠી વાતો અને ઊંચા નફાની આશામાં આવીને વેપારીએ સતત વિવિધ બેંક ખાતાઓમાં મોટી રકમો ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. કુલ મળીને ₹1.82 કરોડથી વધુની રકમ અલગ-અલગ હપ્તાઓમાં જમા કરવામાં આવી હતી, જે વેબસાઈટના ડેશબોર્ડ પર મોટા નફા સાથે બેલેન્સ તરીકે દર્શાવાતી હતી. શરૂઆતમાં ₹9.42 લાખ વિથડ્રો કરાવી જમાવ્યો ગાઢ વિશ્વાસ સાયબર ઠગોએ વેપારીનો વિશ્વાસ સંપૂર્ણપણે જીતી લેવા માટે એક સુઆયોજિત ચાલ રમી હતી. ફરિયાદીને પોતાની જમા કરેલી રકમમાંથી તબક્કાવાર કુલ ₹9,42,664 પોતાના અસલ બેંક ખાતામાં વિથડ્રો (ઉપાડ) કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ રકમ ખાતામાં જમા થતાં વેપારીને સ્કીમ સંપૂર્ણપણે સાચી હોવાનો દ્રઢ વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ તેમણે વધુ રકમનું રોકાણ કર્યું હતું. જોકે, જ્યારે તેમણે પોતાના ખાતામાં દર્શાવાતો મોટો નફો અને મૂળ મૂડી વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સિસ્ટમમાંથી ટ્રાન્સફર અટકી ગયું હતું. આરોપીઓએ વધુ વિથડ્રોઅલ માટે અલગ-અલગ ચાર્જિસ, ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે વધુ રૂપિયા ભરવાની માંગણી કરી હતી, જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો સ્પષ્ટ અહેસાસ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ ગ્રૂપમાં ‘અબતક દૂદા’નો ધડાકો:સરપંચ પત્ની અને તલાટીને ગંદી ગાળો આપી એટ્રોસિટીમાં ફસાવવાની ધમકી, ત્રણ સામે ગુનો નોંધાયો
    Next Article
    નિઝર પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:લાખોની છેતરપિંડી કેસમાં આરોપીની હરિયાણાથી ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment