Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ ગ્રૂપમાં ‘અબતક દૂદા’નો ધડાકો:સરપંચ પત્ની અને તલાટીને ગંદી ગાળો આપી એટ્રોસિટીમાં ફસાવવાની ધમકી, ત્રણ સામે ગુનો નોંધાયો

    15 hours ago

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુદાળા ગ્રામ પંચાયતના સભ્ય, તેમનાં સરપંચ પત્ની અને ગામના તલાટી મંત્રી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દો વાપરી ધમકીઓ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ગ્રામ પંચાયતના સભ્યની ફરિયાદના આધારે બગદાણા પોલીસે સુરત અને વડોદરા રહેતા મૂળ દુદાળાના ત્રણ શખસો સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક વર્ષથી 'અબતક દુદા' ગ્રુપમાં મૂકાતા હતા અશ્લીલ વીડિયો મળતી વિગતો અનુસાર દુદાળા ગામે રહેતા અને ગ્રામ પંચાયતના સભ્ય ભોજાભાઈ કરણાભાઈ ભાદરકાએ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, મૂળ દુદાળા ગામના અને હાલ બહારગામ રહેતા આલુ ઉર્ફે અનિલ રાણાભાઈ ભાદરકા (રહે. સુરત), હામા રાણાભાઈ ભાદરકા (રહે. વડોદરા) અને દાના કાનાભાઈ રાઠોડ (રહે. કામરેજ, સુરત) નામના ત્રણ શખસો 'અબતક દુદા' નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવે છે. આ શખસો ગત ઓગસ્ટ 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન આ ગ્રુપમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વીડિયો બનાવીને પોસ્ટ કરતા હતા. આ અંગે પંચાયત સભ્યએ અગાઉ બગદાણા પોલીસ મથકે અરજી કરી હોવા છતાં, આરોપીઓએ વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. સરપંચ પત્ની, તલાટીને ગાળો ભાંડી એટ્રોસિટીમાં ફસાવવાની આપી ધમકી ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, આરોપીઓએ પંચાયત સભ્ય ઉપરાંત તેમના પત્ની (જેઓ ગામના સરપંચ છે) તેમજ ગામના તલાટી મંત્રી વિરુદ્ધ પણ અત્યંત અપશબ્દો બોલીને વીડિયો વાયરલ કર્યા હતા. જો કોઈ ગ્રામજન તેમને રોકવા કે કંઈ કહેવા જાય તો આરોપીઓ એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા. આ મામલે બગદાણા પોલીસે ભોજાભાઈની ફરિયાદના આધારે ત્રણેય શખસો સામે BNS એક્ટની કલમ 352, 351(1), 351(3), 351(4) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    04 ઓગસ્ટનું ટેરો રાશિફળ:વૃશ્ચિક-કુંભ રાશિના જાતકોને પ્રમોશનના યોગ, કર્ક-ધન રાશિના લોકો માટે દિવસ ભારે
    Next Article
    ફેસબુક પરની આકર્ષક એડ જોઈ રોકાણ કરવું ભારે પડ્યું:ફોરેક્ષ ટ્રેડિંગના નામે 1.82 કરોડની ઠગાઈ, પાંડેસરાના કાપડ વેપારીને ઊંચા વળતરની લાલચ આપી 'Cap Place' વેબસાઈટે લૂંટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment