Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઝર પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:લાખોની છેતરપિંડી કેસમાં આરોપીની હરિયાણાથી ધરપકડ કરાઈ

    14 hours ago

    નિઝર પોલીસે એક વર્ષથી નાસતા-ફરતા આરોપી રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તાને હરિયાણાના પાનીપતથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે લાખો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 'રાધેશ્યામ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ' (સરવાળા, તા. નિઝર) નામની પેઢી સાથે સંબંધિત છે. આરોપી રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તાએ ફરિયાદીની પેઢીમાંથી કપાસની ગાંસડીઓની ખરીદી કરી હતી. તેણે શરૂઆતમાં બે ગાડીઓનું પેમેન્ટ ચૂકવી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ, તારીખ 22 નવેમ્બર, 2023 ના રોજ કપાસની ગાંસડીઓ ભરેલી ગાડીનું રૂપિયા 41,36,881/- નું બિલ થયું હતું. જેમાંથી આરોપીએ માત્ર રૂપિયા 10,10,000/- ચૂકવ્યા હતા અને બાકીના રૂપિયા 28,47,208/- પરત ન આપીને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. ગુનો આચર્યા બાદથી જ આરોપી રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તા પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો.બાતમીના આધારે પંજાબ અને હરિયાણામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી હરિયાણાના પાનીપત ખાતે છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હરિયાણાના પાનીપત ખાતેથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક પરની આકર્ષક એડ જોઈ રોકાણ કરવું ભારે પડ્યું:ફોરેક્ષ ટ્રેડિંગના નામે 1.82 કરોડની ઠગાઈ, પાંડેસરાના કાપડ વેપારીને ઊંચા વળતરની લાલચ આપી 'Cap Place' વેબસાઈટે લૂંટ્યા
    Next Article
    Confusion, Dissent, Last-Minute Changes Plague Karnataka Cabinet Expansion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment