Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.82 લાખ લાભાર્થીઓને 55 સરકારી સેવાઓ ઘરઆંગણે મળશે:રાજકોટ જિલ્લામાં 'સેવા સેતુ 2.1' નો પ્રારંભ: 71 ક્લસ્ટર મારફતે લોકોને સેવાનો લાભ મળશે

    8 hours ago

    રાજકોટ જિલ્લામાં 'સેવા સેતુ 2.1' નો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં 1.82 લાખથી વધુ લાભાર્થીઓને 55 સરકારી સેવાઓ ઘરઆંગણે મળશે. જેમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. જે માટે 71 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં નાગરિકોને જરૂરી સરકારી સેવાઓ તેમના નજીકના સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી ‘સેવા સેતુ 2.1’ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વાસ્તવિક સેવા તબક્કો 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે.આ સમગ્ર આયોજનમાં કુલ 55 સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટ જિલ્લામાં કુલ 1,82,626 સેવા-લાભાર્થીઓ માટે સેવા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સેવા સેતુ 2.1’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 71 ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકા કક્ષાએ 11 ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ 60 ક્લસ્ટરનો સમાવેશ થાય છે. નગરપાલિકા કક્ષાના 11 ક્લસ્ટર દ્વારા કુલ 15,295 સેવા-લાભાર્થીઓ માટે સેવા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તાલુકા કક્ષાના 60 ક્લસ્ટર દ્વારા 1,67,331 સેવા-લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવાનું આયોજન છે.તાલુકા કક્ષાએ ગામોને ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરીને કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય 60 ક્લસ્ટર દર્શાવવામાં આવ્યા છે અને કુલ 1,67,331 સેવા-લાભાર્થીઓ માટે સેવા આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા કક્ષાએ કુલ 11 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ માધ્યમથી નગરપાલિકા વિસ્તારના કુલ 15,295 સેવા-લાભાર્થીઓ માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી RTO દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓની કોલેજોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
    Next Article
    નર્મદા ડેમની જળસપાટી 138.48 મીટરે પહોંચી:ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થતાં સર્જાયો આહલાદક નજારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment