Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમની જળસપાટી 138.48 મીટરે પહોંચી:ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થતાં સર્જાયો આહલાદક નજારો

    7 hours ago

    સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ડેમની જળસપાટી સતત વધી રહી છે. હાલ ડેમની જળસપાટી 138.48 મીટર નોંધાઈ છે અને તેમાં 5,639 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલ લગભગ 50 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમના પાવરહાઉસ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર ખાતેનો આ વિયર ડેમ આશરે 14 મીટર ઊંચો અને 1,500 મીટર લાંબો છે. ડેમ ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ અને નદીનું રમણીય સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આકરી ગરમી વચ્ચે પણ વિયર ડેમ ઓવરફ્લો થતો જોવા મળતાં અહીં સુંદર અને આહલાદક દૃશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા આ વિયર ડેમનો નયનરમ્ય નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વહેતા પાણીને કારણે સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે.
    Click here to Read More
    Previous Article
    1.82 લાખ લાભાર્થીઓને 55 સરકારી સેવાઓ ઘરઆંગણે મળશે:રાજકોટ જિલ્લામાં 'સેવા સેતુ 2.1' નો પ્રારંભ: 71 ક્લસ્ટર મારફતે લોકોને સેવાનો લાભ મળશે
    Next Article
    ‘I didn’t know my name was deleted’: Voters in Okhla on the pre-SIR ‘clean-up’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment