Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    181 અભયમની મદદથી સંબંધ વિવાદનો સુખદ અંત:181 અભયમની ટીમે યુવક પાસે યુવતીના અંગત ફોટા ડિલીટ કરાવી અપાવી માનસિક મુક્તિ

    2 days ago

    સુરતના ડુમસ વિસ્તારમાં એક યુવતી છેલ્લા 6 વર્ષથી જેની સાથે લગ્નના સપના જોતી હતી, તે જ પ્રેમી આખરે માનસિક ત્રાસનું કારણ બન્યો હતો. જોકે, 181 મહિલા હેલ્પલાઇનની સમયસૂચકતાને કારણે આ ગંભીર વિવાદનો સુખદ અંત આવ્યો છે. 6 વર્ષના સંબંધોમાં અન્ય યુવતીઓની એન્ટ્રી ભોગ બનનાર યુવતી અને યુવક વચ્ચે છેલ્લા 6 વર્ષથી ગાઢ પ્રેમ સંબંધ હતો. યુવતી આ યુવક સાથે જીવન વિતાવવા માંગતી હતી, પરંતુ સમય જતાં તેને યુવકના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક અન્ય યુવતીઓ સાથે પણ પ્રેમ સંબંધ ધરાવતો હતો. દગાની જાણ થતાં જ યુવતીએ હિંમત દાખવી સંબંધો તોડી નાખ્યા હતા. અંગત ફોટા અને સતત માનસિક દબાણ સંબંધ તૂટ્યા બાદ પણ યુવકની હેરાનગતિ ચાલુ રહી હતી. તે યુવતીને માનસિક ત્રાસ આપતો અને તેને સતત પોતાના નિયંત્રણમાં રાખવાની કોશિશ કરતો હતો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે યુવકના મોબાઈલમાં યુવતીના કેટલાક અંગત ફોટા હતા, જે તે ડિલીટ કરવાની સ્પષ્ટ ના પાડતો હતો. આ દબાણથી કંટાળીને અંતે યુવતીએ 181 અભયમની મદદ માગી હતી. અભયમનું અસરકારક કાઉન્સેલિંગ ઘટનાની જાણ થતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે બંને પક્ષોને કાયદાકીય જોગવાઈઓ અને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે ખાતરી આપી હતી કે તે હવે યુવતીનો સંપર્ક નહીં કરે અને તેના મોબાઈલમાંથી તમામ ફોટા ડિલીટ કરી દેશે. યુવતીએ પણ આ સમાધાનનો સ્વીકાર કરતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચતા અટક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રીપેર કરેલો ગંભીરા બ્રિજ ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકાયો:છેલ્લા સાત મહિનાથી બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હતો, બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા
    Next Article
    ખેરાળીમાં રહેણાંક મકાનમાંથી 158 દારૂની બોટલો ઝડપાઈ:આરોપી ફરાર, જોરાવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment