Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના કંડલા બાયપાસ પર રસ્તો ભૂલી ગયેલી બાળકી મળી:181 અને 112 ની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    8 hours ago

    મોરબી જિલ્લાના કંડલા બાયપાસ પરથી એક નાગરિકે 181 હેલ્પલાઈન પર ફોન કરીને જાણ કરી કે, એક બાળકી છેલ્લા 3 કલાકથી ત્યાં એકલી બેઠી હતી. નાગરિકે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી ખૂબ જ ડરી ગયેલી હોવાથી કોઈ જવાબ આપતી ન હતી. માહિતી મળતા જ 181 અને 112 ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. ટીમે બાળકીને પ્રેમથી બોલાવી તેનું નામ અને સરનામું જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રસ્તો ભૂલી ગઈ હોવાથી તેને પોતાનું સરનામું યાદ ન હતું. બાળકીનો ડર દૂર કરીને આશ્વાસન આપ્યા પછી, તેના પહેરવેશ અને ભાષા પરથી તે બીજા રાજ્યની હોવાનું લાગતા ટીમે આજુબાજુના વિસ્તારમાં અને નજીકની એક મીલમાં તપાસ કરી. મીલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે એક મજૂર દંપતી તેમની દીકરીને શોધી રહ્યું હતું. આ દંપતીનો સંપર્ક કરતા ખબર પડી કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને મોરબીમાં મજૂરી કામ માટે આવ્યા છે. 181 અને 112 ની ટીમે બાળકીને સુરક્ષિત તેના માતા-પિતાને સોંપી. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બાળકીની યોગ્ય સંભાળ રાખવા માર્ગદર્શન પણ આપ્યું. પોતાની દીકરી સહીસલામત પાછી મળતા પરિવારે બંને ટીમોનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    મોટીબરારની રત્નમણિ શાળામાં બેગલેસ ડે અંતર્ગત કારીગરોની મુલાકાત:વિદ્યાર્થીઓએ લુહાર અને દરજીના કામને નજીકથી જાણ્યું, વ્યવહારુ શિક્ષણ મેળવ્યું
    Next Article
    મોરબીની ઓમ શાંતિ સ્કૂલમાં ફાયર મોકડ્રીલ યોજાઈ:ફાયર વિભાગે બાળકોને આગથી બચાવવા અને જાગૃત કરવા તાલીમ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment