Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટીબરારની રત્નમણિ શાળામાં બેગલેસ ડે અંતર્ગત કારીગરોની મુલાકાત:વિદ્યાર્થીઓએ લુહાર અને દરજીના કામને નજીકથી જાણ્યું, વ્યવહારુ શિક્ષણ મેળવ્યું

    8 hours ago

    મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત સ્થાનિક કારીગરોની મુલાકાતનું આયોજન કરાયું હતું. આનો હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે વ્યવહારુ અને જીવનલક્ષી શિક્ષણ આપવાનો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ લુહારીકામ કરતા કારીગર સાથે વાતચીત કરી. તેમણે લુહારીકામમાં વપરાતા વિવિધ સાધનો, કામ કરવાની રીત અને જરૂરી કૌશલ્યો વિશે માહિતી મેળવી. વિદ્યાર્થીઓએ આ વ્યવસાય સાથે જોડાયેલી બાબતો અંગે રસપ્રદ સવાલો પૂછ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દરજીકામ કરતા કારીગરની મુલાકાત લીધી. તેમણે સિલાઈ મશીન, કપડાંની માપણી, કાપકામ, સિલાઈની પ્રક્રિયા અને દરજીકામ માટે જરૂરી કૌશલ્યો વિશે સીધી માહિતી મેળવી. આ આખી પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓએ કારીગરોના કામને નજીકથી જોયું. તેમણે શ્રમનું મહત્વ, વ્યવસાયિક કૌશલ્ય અને સ્વરોજગારનું મહત્વ સમજ્યું. શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું કે, બેગલેસ ડે અંતર્ગત યોજાયેલી આ વ્યવસાયલક્ષી મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે સીધો અનુભવ અને જીવનકૌશલ્ય મેળવવાની એક સારી તક બની રહી.
    Click here to Read More
    Previous Article
    શેરબજારમા રોકાણની ટિપ્સ આપી પહેલા વિશ્વાસ જીત્યો પછી ઠગાઈ આચરી:શેરબજારમાં રોકાણ કરશો તો મોટો નફો થશે તેવી લાલચ આપી LICના નિવૃત્ત મેનેજર સાથે 52.26 લાખની છેતરપિંડી કરી
    Next Article
    મોરબીના કંડલા બાયપાસ પર રસ્તો ભૂલી ગયેલી બાળકી મળી:181 અને 112 ની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment