Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની ઓમ શાંતિ સ્કૂલમાં ફાયર મોકડ્રીલ યોજાઈ:ફાયર વિભાગે બાળકોને આગથી બચાવવા અને જાગૃત કરવા તાલીમ આપી

    8 hours ago

    મોરબી ફાયર વિભાગ દ્વારા આજે સવારે ઓમ શાંતિ CBSC સ્કૂલ અને ગુજરાતી મીડિયમમાં એક લાઈવ ફાયર મોકડ્રીલ અને જાગૃતિ તાલીમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન, શાળામાં આગ લાગી હોવાનો અને બાળકો ફસાયા હોવાનો ડેમો રજૂ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને માહિતગાર કરાયા હતા. મળતી માહિતી મુજબ, 12 સપ્ટેમ્બરના રોજ સવારે મોરબી ફાયર વિભાગને ઓમ શાંતિ સ્કૂલમાંથી કોલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે શાળામાં આગ લાગી છે અને ચાર બાળકો ફસાયેલા છે. કોલ મળતા જ ફાયર ટીમ પોતાના તમામ સાધનો સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઝડપથી કાર્યવાહી કરીને આગ બુઝાવી હતી. તેમણે ફસાયેલા ચારેય બાળકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ પછી, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયું હતું કે આ એક મોકડ્રીલ હતી. તેનો મુખ્ય હેતુ શાળાના બાળકો અને શિક્ષકોને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવાનો હતો. રેસ્ક્યુ ઓપરેશનના ડેમો પછી, ફાયર ટીમે વિદ્યાર્થીઓને ફાયર જાગૃતિ તાલીમ આપી હતી. જેમાં આગ લાગવાની ઈમરજન્સી સ્થિતિમાં શું કરવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમને 101 અથવા 112 ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કેવી રીતે કરવો તે શીખવાડવામાં આવ્યું. કોઈપણ દુર્ઘટના સમયે ગભરાયા વિના સુરક્ષિત રીતે બહાર નીકળી એસેમ્બલી પોઈન્ટ (નક્કી કરેલી સુરક્ષિત જગ્યા) પર કેવી રીતે એકઠા થવું તેની સમજૂતી અપાઈ. ફાયર ડિપાર્ટમેન્ટ ઈમરજન્સીમાં કેવી રીતે કામ કરે છે તે પણ સમજાવવામાં આવ્યું. ફાયર વિભાગ દ્વારા અપાયેલી આ તાલીમ અને મોકડ્રીલને ઓમ શાંતિ સ્કૂલના સંચાલકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીના કંડલા બાયપાસ પર રસ્તો ભૂલી ગયેલી બાળકી મળી:181 અને 112 ની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    Next Article
    Ground Report | મેઘરાજા હજુ મેદાનમાં | ભારે પડશે ભાડુતી ગરબા | Weather Update | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment