Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગ શિક્ષકોનું ભથ્થું બંધ કરાતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની નોબત‎:રૂ. 1800થી 2000 સુધીનું ભથ્થું બંધ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ

    3 days ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણયને પગલે રાજ્યના દિવ્યાંગ શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે નારાજગી અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા દિવ્યાંગ કર્મચારીઓને મળતું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વિકલાંગ ભથ્થું બંધ કરવાની સૂચના આપવામાં આવતા આખો વિવાદ છેડાયો છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતા આખરે કંટાળીને દિવ્યાંગ શિક્ષકોએ આર્થિક નુકસાન અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે. આ અંગે આચાર્ય સંઘ મહામંત્રી યુવરાજસિંહ રાણા, નિખિલભાઇ પટેલ મદદનીશ શિક્ષક તથા અમદાવાદ જિલ્લાના આચાર્ય મિત્રો રમેશભાઈ માકાણી તથા મનુભાઈ ચૌધરી જોડાયા હતા. તેઓએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ જૂના જીઆરનું ઉલ્લંઘન થયુ છે. તારીખ 04-06-1985ના સરકારી ઠરાવ જીઆર અને 17/6/ 011ના પત્ર મુજબ દિવ્યાંગોને આ વાહન ભથ્થું મળવાપાત્ર છે. જ્યારે ખોટી ગેરસમજણ : શિક્ષણ વિભાગે કોઈ પણ સચોટ કારણ વિના માત્ર ખોટી ગેરસમજણને કારણે આ સંવેદનહીન નિર્ણય લીધો છે જે અત્યંત દુઃખદ છે. આ નિર્ણયથી દિવ્યાંગ શિક્ષકોને દર મહિને મળતું અંદાજે રૂ. 1800થી 2000 જેટલું ભથ્થું બંધ થઈ જશે. દિવ્યાંગ શિક્ષકો માટે વારંવાર‎ગાંધીનગરના ધક્કા ખાવા અઘરા‎ એક તરફ દેશના વડાપ્રધાન દિવ્યાંગો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને તેમના માટે નવી યોજનાઓ બનાવે છે, ત્યારે ગુજરાતનો શિક્ષણ વિભાગ તેનાથી તદ્દન વિરોધાભાસી નિર્ણય કેમ લઈ રહ્યો છે. શારીરિક મર્યાદાઓના કારણે દિવ્યાંગ શિક્ષકો માટે વારંવાર ગાંધીનગરના ધક્કા ખાવા અઘરા પડી રહ્યા છે. - યુવરાજસિંહ રાણા, આચાર્ય સંઘ મહામંત્રી
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી બેઠકો માટે કાઉન્સેલિંગ શરૂ:પ્રવેશ કન્ફર્મ કરવા કોલેજમાં રિપોર્ટિંગ અને ઓટીપી વેરિફિકેશન અનિવાર્ય
    Next Article
    પ્રથમવાર ત્રણ વિસ્તારમાં ઇસ્કોનની રથયાત્રા:એક લાખના ફટાકડા ફોડી આતશબાજી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment