Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમવાર ત્રણ વિસ્તારમાં ઇસ્કોનની રથયાત્રા:એક લાખના ફટાકડા ફોડી આતશબાજી કરાશે

    3 दिन पहले

    શહેરમાં આ વર્ષે ઇસ્કોન મંદિરની રથયાત્રા પરંપરાગત સ્વરૂપથી આગળ વધી ભક્તિ અને સેવાનો વિશાળ મહોત્સવ બનવાની છે. પ્રથમવાર રથયાત્રાનું આયોજન સતત ત્રણ દિવસ અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના હજારો હરિભક્તોને પોતાના વિસ્તારમાં ભગવાન જગન્નાથના દર્શનનો લાભ મળશે. હરેશ ગોવિંદદાસના જણાવ્યા મુજબ, 16 જુલાઈએ બિલેશ્વરથી ઇસ્કોન મંદિર સુધી, 18 જુલાઈએ મણિનગર વિસ્તારમાં અને 19 જુલાઈએ બોપલ વિસ્તારમાં અંદાજે 8-8 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે. આ વર્ષની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે પ્રથમવાર એક લાખ રૂપિયાના ફટાકડાથી ભવ્ય આતશબાજી કરવામાં આવશે, જે રથયાત્રાના સમાપન પ્રસંગને વધુ ભવ્ય બનાવશે. સમગ્ર આયોજન દરમિયાન 10 હજારથી વધુ હરિભક્તો જોડાય તેવી સંભાવના છે. રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સેવા અને પ્રસાદ વિતરણનો પણ વિશાળ આયામ જોવા મળશે. ભક્તો માટે 2 હજાર કિલો ખીચડીનો પ્રસાદ, 1 હજાર કિલો બુંદી તેમજ 1 હજાર કિલો જાંબુ-મગનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રથયાત્રા સપ્તાહ દરમિયાન સતત એક અઠવાડિયા સુધી દરરોજ આશરે 4 હજાર લોકો માટે મહાપ્રસાદરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આયોજકોનું માનવું છે કે ભક્તિ, સેવા અને સામાજિક સમરસતાનો આ મહોત્સવ શહેરમાં અનોખી છાપ છોડશે. ઇસ્કોન, મણિનગર અને બોપલ વિસ્તારમાં 8 કિલોમીટરની યાત્રા નીકળશે 3 દિવસ, 3 વિસ્તારમાં રથયાત્રા • 16 જુલાઈ : બિલેશ્વરથી ઇસ્કોન મંદિર • 18 જુલાઈ : મણિનગર રૂટ – 8 કિમી • 19 જુલાઈ : બોપલ રૂટ – 8 કિમી • 10 હજારથી વધુ હરિભક્તોનીનો અંદાજ • પ્રથમવાર ભવ્ય આતશબાજીનું આયોજન સેવા અને પ્રસાદનું આયોજન • 2,000 કિલો ખીચડીનો મહાપ્રસાદ • 1,000 કિલો બુંદીનું વિતરણ • 1,000 કિલો જાંબુ-મગ પ્રસાદ • અઠવાડિયા સુધી દરરોજ 4,000 લોકો માટે ભોજન • ભક્તિ સાથે સેવાભાવને પણ મળશે પ્રાધાન્ય
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગ શિક્ષકોનું ભથ્થું બંધ કરાતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની નોબત‎:રૂ. 1800થી 2000 સુધીનું ભથ્થું બંધ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ
    Next Article
    સિટી એન્કર:બોમ્બ બ્લાસ્ટનાં 18 વર્ષ પછી પણ શરીરમાં ત્રણ છરા સાથે જીવે છે ફ્રૂટના વેપારી, આજે પણ મગજમાં બે અને ડાબા ખભામાં એક છરો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment