Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાલિડાની 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાની હાલત દયનીય:15 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત, 16 કરોડનો ખર્ચ થયો : હજુ લોકાર્પણ કરાયું નથી!

    16 hours ago

    કાગવડ નજીક આવેલી 1800 વર્ષ જૂની ઐતિહાસિક ખંભાલિડા બૌદ્ધ ગુફાને સરકારે રક્ષિત સ્થળ તરીકે જાહેર કરી છે. આ ધરોહરથી માત્ર 300 મીટર દૂર રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.16 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ વિકસાવવાનું આયોજન કરાયું હતું. 10 માર્ચ 2011ના રોજ તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે 15 વર્ષ 6 મહિના 2 દિવસ વીત્યા છતાં આ પ્રોજેક્ટ પરિપૂર્ણ થયો નથી. પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ પી.પી. પંડ્યા દ્વારા શોધાયેલી આ બૌદ્ધ ગુફાના વિકાસ માટે તત્કાલીન પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસે સંકલ્પ કર્યો હતો. રાજકોટના સ્ટાર આર્કિટેક્ટ સુરેશ સંઘવી અને રીખવભાઈ સંઘવી દ્વારા બૌદ્ધ સ્થાપત્ય આધારિત ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 12000 ચોરસ મીટર જમીનમાં 12 ઉતારા રૂમ, ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, ધ્યાન હોલ અને ભોજનાલય બનાવવાનું નક્કી થયું હતું. તત્કાલીન કલેક્ટર એચ.એસ. પટેલની અધ્યક્ષતાવાળી વિકાસ સમિતિને રૂ.5.42 કરોડ ફાળવાયા હતા. 2011થી 2015 દરમિયાન ચાલેલા આ કામમાં ધ્રાંગધ્રાના પથ્થરને બદલે રાજસ્થાનના પથ્થરમાંથી ઘૂમટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કલેક્ટર અને પ્રવાસન મંત્રીની બદલી થતાં કામગીરી અટકી પડી હતી. ત્યારબાદ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ સ્થળ મુલાકાત લઈ અધૂરું કામ પૂર્ણ કરવા રૂ.9.70 કરોડની વધારાની રકમ ફાળવી સમગ્ર કામ કલેક્ટર કચેરીને સોંપ્યું હતું. સોનાની થાળી ભાંગી વાટકો કર્યો: પરેશ પંડ્યા ખંભાલિડા બૌદ્ધ ગુફાના શોધક પી.પી. પંડ્યાના પુત્ર અને જયાબેન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પરેશ પંડ્યાએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બે સરકારી વિભાગોની જવાબદારીની ફેંકાફેંકીમાં સોનાની થાળી ભાંગીને વાટકો કરી દેવાયો છે. અગાઉ 3000 ચો.મી.માં 5 બિલ્ડિંગ હતાં, જેમાં ભગવાન બુદ્ધની પ્રતિમા ધરાવતો મુખ્ય પ્રાર્થના હોલ અને તેની ફરતે 4 બિલ્ડિંગ 12 રૂમ હતા. આ અદભુત બાંધકામની અંદરની દીવાલો તોડીને હોલ બનાવી દેવાયો અને પ્રવાસન વિભાગે મૂળ બાંધકામની સુંદરતા જ નષ્ટ કરી નાખી. 1 વર્ષમાં કામ પૂરું કરવાનો દાવો હવામાં ઓગળ્યો પાંચ વર્ષ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુએ પ્રેઝન્ટેશન આપીને દાવો કર્યો હતો કે, બીજા તબક્કાનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે, પરંતુ આ દાવાના પાંચ વર્ષ પછી પણ સ્થિતિ જસની તસ છે અને કામગીરી પૂર્ણ થઈ નથી. કલેક્ટરે મુલાકાત લીધી પ્રવાસન સ્થળ ન દેખાયું રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, “મેં ચાર મહિના પહેલાં જ ખંભાલિડા બૌદ્ધ ગુફાની મુલાકાત લીધી હતી. ત્યાં ઘણા પ્રવાસીઓ આવે છે પરંતુ આ પ્રવાસન સ્થળના પ્રોજેક્ટ અંગે ખ્યાલ નથી. હું સોમવાર સુધીમાં ત્યાંની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી લઈશ.’ અમિતાભ બચ્ચને ‘ખુશબૂ ગુજરાત કી’નું શૂટિંગ કર્યું હતું ‘ખુશબૂ ગુજરાત કી’ના ત્રીજા તબક્કાના શૂટિંગ માટે બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતે ખંભાલિડા આવ્યા હતા. ભાદર નદીના કાંઠે આવેલી આ પ્રાચીન બૌદ્ધ ગુફામાં તેમણે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. કલેક્ટર કચેરીએ કામ પૂર્ણ કર્યું નથી: પ્રવાસન વિભાગ જયાબેન ફાઉન્ડેશનની રજૂઆત બાદ પ્રવાસન વિભાગે 25/08/2025ના રોજ આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરી દ્વારા ત્યાં તૈયાર કરાયેલા 12 રૂમ તોડીને હોલ બનાવી દેવાયા છે. સ્થળની જાળવણી માટે 24 કલાક ચોકીદાર રાખવા કલેક્ટર કચેરીને જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વરસાદી છાંટા વચ્ચે 14 મંડળો દ્વારા શ્રીજીનું ધામધૂમથી આગમન:આઝાદ ચોકમાં મહેરામણ ઉમટ્યું; ડીજે અને નાસિક ઢોલના તાલે ઝૂમ્યા ગણેશભક્તો
    Next Article
    સન્ડે બિગ સ્ટોરી:કાલાવડ રોડ પર ખીરસરાના પ્લોટ એલોટ થયા નથી ને તંત્રે પીપરડી, છાપરા-આણંદપરમાં પ્લોટ બુકિંગની જાહેરાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment