Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગ સ્ટોરી:કાલાવડ રોડ પર ખીરસરાના પ્લોટ એલોટ થયા નથી ને તંત્રે પીપરડી, છાપરા-આણંદપરમાં પ્લોટ બુકિંગની જાહેરાત કરી

    15 hours ago

    ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કાર્યશૈલી સામે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વર્તુળોમાં ફરી એકવાર ભારે કચવાટ અને નારાજગી ફેલાઈ છે. એક તરફ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ખીરસરા જીઆઈડીસી-2માં પ્લોટ મેળવવા માટે મહિનાઓ અગાઉ સેંકડો ઉદ્યોગકારોએ લાખો રૂપિયાની ડિપોઝિટ ભરી અરજીઓ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેનું એલોટમેન્ટ હજુ સુધી અધ્ધરતાલ રાખવામાં આવ્યું છે અને આ જૂની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં GIDC દ્વારા રાજકોટ અને જામનગર પંથકની નવી વસાહતો માટે ઓનલાઇન અરજીઓનું નવું આયોજન જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં કઈ ઔદ્યોગિક વસાહતમાં કુલ કેટલા પ્લોટ ઉપલબ્ધ છે, તેમાંથી કઈ કેટેગરીના કે કઈ સાઈઝના પ્લોટ છે, તેનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી. ખીરસરાના કડવા અનુભવ બાદ હવે નવી વસાહતોમાં પણ મૂડી ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.સામાન્ય રીતે કોઈપણ ઉદ્યોગસાહસિક જ્યારે નવો પ્લાન્ટ સ્થાપવાનું વિચારે ત્યારે પ્લોટના માપ અને ક્ષેત્રફળ મુજબ પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ, મશીનરીનું લે-આઉટ અને બેંક લોનની ફાઈનાન્સિયલ ગણતરી કરતો હોય છે. પ્રોજેક્ટ પ્લાનિંગ અને બેંક લોનનું આયોજન કઈ સાઈઝ મુજબ કરવું તે અંગે નાના ઉદ્યોગસાહસિકો ધર્મસંકટમાં મુકાયા ઉદ્યોગકારોને દલાલોથી સાવધાન રહેવા ચેતવણી જીઆઇડીસી દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ વસાહતમાં પ્લોટ ફાળવણી માટે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ (થર્ડ પાર્ટી) કે ખાનગી એજન્સીને અધિકૃત કે એમપેનલ્ડ કરાયેલ નથી, જેથી ગેરમાર્ગે ન દોરાવું. દસ્તાવેજો અપલોડ કરવામાં જરાય ચૂક ચાલશે નહીં, પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે તમામ જરૂરી માન્ય દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત છે, અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ સીધી રદ થશે. 4 હેલ્પલાઇન નંબર જાહેર ઓનલાઇન અરજી પોર્ટલ અંગે કચેરી સમય દરમિયાન માર્ગદર્શન મેળવવા માટે હેલ્પ ડેસ્ક નં.9879110007, 9879110463, 9879110478 અને 9879110482 પર સંપર્ક કરી શકાશે. લોધિકામાં બહુમાળી શેડ ઉપલબ્ધ જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ ઉપરાંત રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે નાના ઉદ્યોગો માટે 50 અને 100 ચોરસ મીટરના બહુમાળી શેડ માટે પણ અરજી મગાવાઈ છે. જો એલોટમેન્ટ મોડું થાય તો અરજદારોની મૂડી બ્લોક થવાની સંભાવના સામાન્ય રીતે GIDCમાં અરજી કરતી વખતે પ્લોટની અંદાજિત કિંમતના 5 %થી 10% અર્નેસ્ટ મની ડિપોઝિટ ભરવી પડે છે. જો પ્લોટની સાઈઝ જ જાહેર ન હોય, તો 1000 ચો.મી. ગણવા કે 5000 ચો.મી. રૂ.5,140ના ભાવે જો સરેરાશ 2000 ચો.મી.નો પ્લોટ ગણીએ તો પ્લોટની કિંમત રૂ.1 કરોડથી વધુ થાય. તેની ડિપોઝિટ પેટે અરજદારના રૂ.5થી 10 લાખ ભરવા પડે અને જો એલોટમેન્ટ મોડું થાય તો આ રકમ મહિનાઓ સુધી વગર વ્યાજે સરકારમાં બ્લોક થઈ જાય. ઉદ્યોગકારોમાંથી ઉઠતા સવાલો ગ્રાઉન્ડ રિયાલિટી GIDCમાં રસ્તા સહિતના ડેવલપમેન્ટના કામો હજુ ચાલુ જીઆઇડીસીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના જીઆઇડીસી કચેરીએ કયાં કારણોસર પીપરડી અને આણંદપરની જાહેરાત કરી છે તે મુદ્દે સ્ટાફ પણ મૂંઝવણમાં મુકાયો છે. હજુ પીપરડી, છાપરા કે આણંદપરમાં જમીન સંપાદન પછી રસ્તા, વીજળી લાઈન, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ સહિતના અનેક કામો ચાલી રહ્યા છે અને અનેક કામો હજુ બાકી છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં પ્લોટ ફાળવાઈ ગયા પછી પણ વર્ષો સુધી પાયાની સુવિધાઓ ન મળતાં ઉદ્યોગકારો ફેક્ટરી શરૂ કરી શક્યા ન હોવાના કિસ્સા બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખંભાલિડાની 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાની હાલત દયનીય:15 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત, 16 કરોડનો ખર્ચ થયો : હજુ લોકાર્પણ કરાયું નથી!
    Next Article
    થલાપતિ વિજયે સિલ્વરસ્ટોનમાં અજીત કુમારની રેસ જોઈ:ત્રિશા કૃષ્ણન બધાની સામે આવી તો પાછળ હટતા દેખાયા; પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment