Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં 180 KWP સોલાર પ્લાન્ટ શરૂ:વાર્ષિક 181 ટન કાર્બન ઉત્સર્જન ઘટશે, વિદ્યુત ઊર્જાની બચત સાથે પર્યાવરણ જતન

    15 hours ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની પ્રેરણા અને વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર પ્રદીપ કુમાર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ જુલાઈ 2026 દરમિયાન ભાવનગર મંડળમાં 180 કિલોવોટ પીક (kWp) ક્ષમતાવાળા સોલાર ઊર્જા પ્લાન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ સોલાર ઊર્જા પ્લાન્ટ કાર્યરત થવાથી મંડળમાં સ્વચ્છ અને નવનીકરણીય ઊર્જાના ઉપયોગને નવી ગતિ મળશે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ પહેલ વિદ્યુત ઊર્જાની બચતની સાથે પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને પણ બળ આપશે. ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે ભાવનગર મંડળમાં અત્યાર સુધી કુલ 2630 કિલોવોટ પીક (kWp) ક્ષમતાવાળા સોલાર ઊર્જા પ્લાન્ટોનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટો દ્વારા દર વર્ષે અંદાજે 3.45 મિલિયન યુનિટ હરિત વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન થશે, જેના પરિણામે મંડળને દર વર્ષે અંદાજે રૂપિયા 2.89 કરોડની બચત થવાનો અંદાજ છે. આ પહેલ ભારતીય રેલવેના હરિત ઊર્જા, ઊર્જા આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણના લક્ષ્યોને સાકાર કરવાની દિશામાં ભાવનગર મંડળની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પશ્ચિમ રેલવે ઊર્જા સંરક્ષણ, હરિત ટેક્નોલોજીના ઉપયોગ તથા પર્યાવરણમૈત્રી આધારભૂત સુવિધાઓના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. ભાવનગર મંડળમાં સ્થાપિત આ સોલાર ઊર્જા પ્લાન્ટ ભારતીય રેલવેના "ગ્રીન રેલવે"ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે.મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ નવનીકરણીય ઊર્જાના વ્યાપક ઉપયોગ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તથા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી નવીન અને ટકાઉ યોજનાઓને સતત પ્રોત્સાહિત કરતું રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવી પહેલો માત્ર ઊર્જા આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે નહીં, પરંતુ ભારતીય રેલવેના હરિત અને ટકાઉ વિકાસના લક્ષ્યોને પણ નવી દિશા આપશે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી ટ્યૂશન ક્લાસિસની મનમાની પર રાજ્ય સરકાર લગાવશે બ્રેક:'પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ બિલ' લાવશે, વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી નહીં વસૂલી શકે
    Next Article
    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ગ્રીન પહેલ:ભાવનગર મંડળમાં 180 કિલોવોટ પીક ક્ષમતાનો સોલાર ઊર્જા પ્લાન્ટ શરૂ, દર વર્ષે અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં થશે ઘટાડો, વર્ષે અંદાજે રૂ.2.89 કરોડની બચત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment