Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ગ્રીન પહેલ:ભાવનગર મંડળમાં 180 કિલોવોટ પીક ક્ષમતાનો સોલાર ઊર્જા પ્લાન્ટ શરૂ, દર વર્ષે અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં થશે ઘટાડો, વર્ષે અંદાજે રૂ.2.89 કરોડની બચત

    15 hours ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે જુલાઈ માસમાં દરમિયાન વધુ 180 કિલોવોટ ક્ષમતાવાળા સોલાર ઊર્જા પ્લાન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે આ નવા પ્રોજેક્ટથી મંડળમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને વેગ મળશે તેમજ વાર્ષિક અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ સાથે જ, ભાવનગર મંડળમાં સ્થાપિત કુલ સોલાર ક્ષમતા વધીને 2630 કિલોવોટ પીક થઈ ગઈ છે, જેનાથી રેલવેને દર વર્ષે અંદાજે રૂ. 2.89 કરોડની બચત થશે અને ભારતીય રેલવેના "ગ્રીન રેલવે"ના સંકલ્પને વધુ મજબૂતી મળશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે, આ સોલાર ઊર્જા પ્લાન્ટ કાર્યરત થતાં મંડળમાં સ્વચ્છ અને નવનીકરણીય ઊર્જાના ઉપયોગને નવી ગતિ મળશે, આથી માત્ર વિદ્યુત ઊર્જાની બચત જ નહીં થાય, પરંતુ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને પણ મહત્વપૂર્ણ બળ મળશે. આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે, જે હવામાન પરિવર્તનની પડકારોને પહોંચી વળવા તેમજ ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગર મંડળમાં અત્યાર સુધી કુલ 2630 કિલોવોટ પીક (kWp) ક્ષમતાવાળા સોલાર ઊર્જા પ્લાન્ટોનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે આ પ્લાન્ટો દ્વારા દર વર્ષે અંદાજે 3.45 મિલિયન યુનિટ હરિત વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન થશે, જેના પરિણામે મંડળને દર વર્ષે અંદાજે રૂ.2.89 કરોડની બચત થવાનો અંદાજ છે આ પહેલ ભારતીય રેલવેના હરિત ઊર્જા, ઊર્જા આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણના લક્ષ્યોને સાકાર કરવાની દિશામાં ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે., પશ્ચિમ રેલવે ઊર્જા સંરક્ષણ હરિત ટેક્નોલોજીના ઉપયોગ તથા પર્યાવરણમૈત્રી આધારભૂત સુવિધાઓના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે ભાવનગર મંડળમાં સ્થાપિત આ સોલાર ઊર્જા પ્લાન્ટ ભારતીય રેલવેના "ગ્રીન રેલવે"ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે, મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ નવનીકરણીય ઊર્જાના વ્યાપક ઉપયોગ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તથા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી નવીન અને ટકાઉ યોજનાઓને સતત પ્રોત્સાહિત કરતું રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવી પહેલો માત્ર ઊર્જા આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે નહીં, પરંતુ ભારતીય રેલવેના હરિત અને ટકાઉ વિકાસના લક્ષ્યોને પણ નવી દિશા આપશે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં 180 KWP સોલાર પ્લાન્ટ શરૂ:વાર્ષિક 181 ટન કાર્બન ઉત્સર્જન ઘટશે, વિદ્યુત ઊર્જાની બચત સાથે પર્યાવરણ જતન
    Next Article
    પાટણમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ:પ્રભારી મંત્રીએ સશક્ત શાસન માટે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment