Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી ટ્યૂશન ક્લાસિસની મનમાની પર રાજ્ય સરકાર લગાવશે બ્રેક:'પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ બિલ' લાવશે, વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી નહીં વસૂલી શકે

    14 hours ago

    ગુજરાતમાં વર્ષોથી મનમાની રીતે ચાલતા ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ પર હવે સરકાર કડક નિયંત્રણ લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં 'પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક' રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલા આ કાયદામાં ક્લાસિસના સંચાલન, ફી, સુરક્ષા અને શિક્ષકોની લાયકાત સહિતના અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ખાનગી કોચિંગ ક્લાસિસ માટે અલગ સત્તાધિકારી બનાવશે મળતી માહિતી મુજબ, આ બિલ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. બિલ અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસિસ માટે અલગ સત્તાધિકારી (ઓથોરિટી) બનાવવામાં આવશે, જે ક્લાસિસનું રજિસ્ટ્રેશન, લાયસન્સ અને નિયમોના પાલન પર દેખરેખ રાખશે. વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી નહીં વસૂલી શકે સરકારના પ્રસ્તાવ મુજબ દરેક ખાનગી ક્લાસિસે વિદ્યાર્થીઓ, શિક્ષકો (ફેકલ્ટી) અને વસૂલાતી ફીની વિગતો ઓનલાઈન નોંધાવવી ફરજિયાત રહેશે. સાથે જ ક્લાસિસ દ્વારા વસૂલાતી ફી માટે મહત્તમ મર્યાદા (ફી કેપ) નક્કી કરવામાં આવશે જેથી વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી વસૂલવામાં ન આવે. વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની જોગવાઈ તરીકે જો કોઈ વિદ્યાર્થી કોર્ષ અધવચ્ચે છોડી દે તો તેને પ્રો-રેટા ધોરણે ફી પરત આપવાની જોગવાઈ પણ કરવામાં આવશે. અત્યાર સુધી ઘણા ક્લાસિસ દ્વારા સંપૂર્ણ ફી પરત ન આપવાની ફરિયાદો સામે આવતી રહી છે. ફાયર NOC વગર કોઈપણ ક્લાસિસ ચલાવી શકાશે નહીં સુરક્ષાને પ્રાથમિકતા આપતા બિલમાં ફાયર NOC વગર કોઈપણ ક્લાસિસ ચલાવી શકાશે નહીં તેવી જોગવાઈ રહેશે. ઉપરાંત દરેક ક્લાસિસમાં ઇમરજન્સી એક્ઝિટ સહિતની જરૂરી સુરક્ષા સુવિધાઓ ફરજિયાત બનાવાશે. શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લાસિસમાં ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવશે. સાથે જ શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારને ₹25 હજારથી ₹1 લાખ સુધીનો દંડ સરકાર નિયમોના ભંગ સામે પણ કડક વલણ અપનાવશે. બિલ મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર ક્લાસિસ સંચાલકો સામે રૂ. 25 હજારથી લઈને રૂ. 1 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવશે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યભરના ખાનગી કોચિંગ ક્લાસિસ માટે એક સમાન નિયમન વ્યવસ્થા ઉભી થશે અને વિદ્યાર્થીઓ-વાલીઓના હિતોની વધુ અસરકારક રીતે સુરક્ષા થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    'અમિત શાહ બંધ રૂમમાં લાંબુ નહીં રહી શકે, ખેંચીને લાવીશું':રાજ્યસભામાં ખડગેના નિવેદનથી મામલો ઉગ્ર બન્યો, કહ્યું- નવા બિલમાં આંકડા સિવાય કશું નહીં
    Next Article
    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં 180 KWP સોલાર પ્લાન્ટ શરૂ:વાર્ષિક 181 ટન કાર્બન ઉત્સર્જન ઘટશે, વિદ્યુત ઊર્જાની બચત સાથે પર્યાવરણ જતન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment