Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી પોર્ટ્સનો નફો 18% વધીને ₹3,682 કરોડ થયો:બીજા ત્રિમાસિક ગાળામાં આવક 24% વધી; આ વર્ષે શેરે 20%નું વળતર આપ્યું

    8 hours ago

    અદાણી પોર્ટ્સનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નફો ગયા વર્ષની સરખામણીએ 18% વધીને ₹3,682 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે ₹3,120 કરોડ હતો. વળી, કંપનીની આવકમાં પણ 24%નો ઉછાળો આવ્યો છે અને તે ₹9,167 કરોડથી વધીને ₹11,340 કરોડ પર પહોંચી ગઈ છે. કંપનીની આવક અને નફો વધવાનું સૌથી મોટું કારણ દેશ-વિદેશના બંદરો, લોજિસ્ટિક્સ અને દરિયાઈ કારોબારમાં આવેલો ઉછાળો છે. કંપનીનો EBITDA 23% વધીને ₹6,807 કરોડ થયો ત્રિમાસિક પરિણામોમાં કંપનીનો કાર્યકારી નફો એટલે કે EBITDA વાર્ષિક ધોરણે 23% વધીને ₹6,807 કરોડ રહ્યો. ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં તે ₹5,550 કરોડ હતો. નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના પરિણામો બિઝનેસ વધારવા માટે કંપની ₹17,000 કરોડ સુધી ખર્ચ કરશે અદાણી પોર્ટ્સે આ વર્ષે પોતાના કારોબારના વિસ્તરણ માટેનું બજેટ ₹3,000 કરોડ વધાર્યું છે. હવે કંપની આખા વર્ષમાં વિસ્તરણ પર કુલ ₹15,000થી ₹17,000 કરોડ ખર્ચ કરશે. કંપનીનો લક્ષ્ય વર્ષ 2031 સુધીમાં દેશ-વિદેશમાં પોતાના પોર્ટ્સ અને પરિવહન નેટવર્કને ઘણું મોટું બનાવવાનો છે, જેના માટે તે નવા બંદરો અને જહાજો પર ઝડપથી નાણાંનું રોકાણ કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં પોતાના મુખ્ય કામકાજમાંથી કંપની પાસે ₹13,327 કરોડની રોકડ આવી છે. આ કમાણીમાંથી કંપનીએ ₹10,521 કરોડ નવા પ્રોજેક્ટ્સ અને બિઝનેસના વિસ્તરણમાં લગાવી દીધા છે. આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ કંપની પાસે ₹12,502 કરોડની રોકડ સુરક્ષિત છે. કંપનીની વાર્ષિક કમાણીની સરખામણીએ તેનું દેવું 1.8 ગણું છે, જે આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ માટે ખૂબ સુરક્ષિત અને નિયંત્રણમાં માનવામાં આવે છે. શેરમાં ફ્લેટ કારોબાર, આ વર્ષે 20% વધ્યો પરિણામો બાદ અડાણી પોર્ટ્સનો શેર ₹1,756 પર કારોબાર કરી રહ્યો હતો. આ ભાવે કંપનીનું કુલ માર્કેટ કેપ વધીને ₹4.05 લાખ કરોડ પર પહોંચી ગયું છે. શેરે આ વર્ષે 20.1% વળતર આપ્યું છે. આ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50માં 12.9%નો ઘટાડો નોંધાયો છે, એટલે કે શેરે બજારની સરખામણીએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. દેશની સૌથી મોટી પોર્ટ્સ ઓપરેટર છે અડાણી પોર્ટ્સ અડાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની છે. તેની પાસે કુલ 20 બંદરો અને ટર્મિનલ્સ છે. તેમાંથી 16 ભારતમાં અને 4 વિદેશમાં છે. વિદેશી ટર્મિનલ્સ ઇઝરાયલ, તાન્ઝાનિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે. ભારના કુલ દરિયાઈ માલસામાનમાંથી આશરે 27% હિસ્સો એકલા અદાણી પોર્ટ્સ જ સંભાળે છે. હાલમાં તેની વાર્ષિક માલસામાન સંભાળવાની ક્ષમતા 671 મિલિયન મેટ્રિક ટન (MMT) છે, જેને 2030 સુધી વધારીને 1 અબજ મેટ્રિક ટન કરવાનો લક્ષ્યાંક છે. ગૌતમ અદાણીએ 1998માં કંપનીની સ્થાપના કરી હતી અદાણી પોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. તેમણે 1998માં આ કંપનીની સ્થાપના કરી હતી. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે અશ્વની ગુપ્તા CEO છે. કંપનીમાં 1900થી વધુ કર્મચારીઓ કામ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ICC રેન્કિંગ્સમાં રવીન્દ્ર જાડેજા સાડા ચાર વર્ષ પછી નંબર-1માંથી સરક્યો:યાન્સેન ટેસ્ટમાં ટૉપ ઓલરાઉન્ડર; T20I રેન્કિંગમાં અભિષેક શર્માએ ઈશાન કિશનને પછાડ્યો, નંબર-1 ખેલાડી બન્યો
    Next Article
    સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર:39 લોકોના મોતના સમાચાર; એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment