Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICC રેન્કિંગ્સમાં રવીન્દ્ર જાડેજા સાડા ચાર વર્ષ પછી નંબર-1માંથી સરક્યો:યાન્સેન ટેસ્ટમાં ટૉપ ઓલરાઉન્ડર; T20I રેન્કિંગમાં અભિષેક શર્માએ ઈશાન કિશનને પછાડ્યો, નંબર-1 ખેલાડી બન્યો

    7 hours ago

    ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં સદી ફટકારનાર ભારતીય ઓપનર અભિષેક શર્મા તાજેતરની ICC રેન્કિંગમાં દુનિયાના નંબર-1 T20 બેટર બની ગયો છે. ગયા સપ્તાહ સુધી ટોચ પર રહેલા ઈશાન કિશન બે સ્થાન નીચે સરકીને ત્રીજા નંબરે આવી ગયો છે. ચાર ભારતીય બેટર્સ ટૉપ-10માં સામેલ છે. બોલરો અને ઓલરાઉન્ડરોની ટૉપ-10 યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી. અફઘાનિસ્તાનના રાશિદ ખાન નંબર-1 બોલર અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા નંબર-1 ઓલરાઉન્ડર છે. ઈશાનના ઈજાગ્રસ્ત થવાથી સાહિબઝાદાને ફાયદો મળ્યો પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને 13 ઓક્ટોબર પછીથી કોઈ મેચ રમી નથી, તેને ઈશાન કિશનના ઈજાગ્રસ્ત થવાનો ફાયદો મળ્યો. ઈશાન ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી T20 મેચ રમી શક્યો નહોતો, જેના કારણે તેની રેન્કિંગ ઘટી ગઈ. અક્ષર પટેલ સરક્યો, ટૉપ-10માં કોઈ ભારતીય બોલર નથી ટીમ ઈન્ડિયાનો કોઈ પણ બોલર ટૉપ 10માં સ્થાન મેળવી શક્યો નથી. અક્ષર પટેલ એક સ્થાન સરકીને 11મા ક્રમે આવ્યો છે. અર્શદીપ સિંહ 15મા અને જસપ્રીત બુમરાહ 27મા સ્થાને છે. અક્ષર અને અર્શદીપ ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં રમી રહ્યા છે. બુમરાહને આ સિરીઝમાંથી આરામ આપ્યો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન નંબર-1 પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા બીજા અને ઇંગ્લેન્ડનો રાશિદ ખાન ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યા ભારતનો ટૉપ ઓલરાઉન્ડર ઈજાના કારણે ટીમની બહાર ચાલી રહેલા હાર્દિક પંડ્યા હજુ પણ સૌથી ઊંચી રેન્કિંગ ધરાવતો ભારતીય ઓલરાઉન્ડર છે. તે 184 રેટિંગ પોઇન્ટ્સ સાથે 13મા સ્થાને છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા નંબર-1 અને પાકિસ્તાનના સૌમ અયુબ નંબર-2 ઓલરાઉન્ડર છે. માર્કો યાન્સેને જાડેજા પાસેથી છીનવ્યું નંબર-1નું સ્થાન સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેન માટે તાજેતરની રેકિંગ ખૂબ જ ખાસ રહી. તેણે પોતાના કરિયરમાં પહેલીવાર ટેસ્ટ બોલર અને ટેસ્ટ ઓલરાઉન્ડરની રેન્કિંગ નંબર-1નું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ગકેબરહામાં રમાયેલી બીજી ટેસ્ટમાં યાન્સેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બેટથી 85 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને મેચને પલટવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાઉથ આફ્રિકાએ આ મુકાબલો મોટા અંતરથી જીતી લીધો. જાડેજા સાડા ચાર વર્ષથી નંબર-1 હતો ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ઓલરાઉન્ડરોમાં ચાર વર્ષથી વધુ સમય સુધી નંબર-1 સ્થાન જાળવી રાખ્યું હતું, અને સૌથી મોટા ફોર્મેટમાં પોતાને સૌથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનાર ખેલાડી તરીકે સ્થાપિત કર્યો હતો. જાડેજા માર્ચ 2022માં ટેસ્ટ ફોર્મેટમાં ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં નંબર-1 બન્યો હતો. બેટ અને બોલ બંનેથી યોગદાન આપવાની તેની ક્ષમતાએ તેને લાંબા સમય સુધી રેન્કિંગમાં ટૉપ પર જાળવી રાખ્યો હતો. દર બુધવારે મેન્સ પ્લેયર્સ રેન્કિંગ જાહેર થાય છે ICC દર અઠવાડિયે મંગળવારે વિમન્સ પ્લેયર્સ રેન્કિંગ જાહેર કરે છે. જ્યારે, દર બુધવારે મેન્સ રેન્કિંગ જાહેર થાય છે. ટીમ રેન્કિંગને દરેક મેચ બાદ અપડેટ કરવામાં આવે છે. તમામ રેન્કિંગ પહેલેથી નક્કી કરાયેલા અલ્ગોરિધમના આધારે તૈયાર થાય છે. પ્લેયર્સ રેન્કિંગમાં ખેલાડીનું પ્રદર્શન, પ્રતિસ્પર્ધી ટીમની ગુણવત્તા જેવા પરિબળો અસર કરે છે. ------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… અભિષેક, તમે શાનદાર રમ્યા, પરંતુ મારો રેકોર્ડ તૂટ્યો નથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે અભિષેક શર્માને લઈને સોશિયલ મીડિયા પર મજાકિયા પોસ્ટ કરી છે. યુવરાજે લખ્યું, તું હજુ પણ 12 બોલમાં 50 રન બનાવી શકતો નથી. ખરું ને અભિષેક શર્મા? એવું લાગી રહ્યું છે જાણે બે ડાબોડી બેટ્સમેન પોતાના ઘરે રમી રહ્યા હોય. સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    A pristine forest, wildlife, over 32,000 trees at risk: Anger grows over Torrent project in Maharashtra
    Next Article
    અદાણી પોર્ટ્સનો નફો 18% વધીને ₹3,682 કરોડ થયો:બીજા ત્રિમાસિક ગાળામાં આવક 24% વધી; આ વર્ષે શેરે 20%નું વળતર આપ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment