Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 વર્ષના યુવકની લાળની નળીમાં એક-બે નહીં દસ પથરી!:રાજકોટમાં ENT સર્જને શરીરના કોઈ ભાગે ચીરો મૂક્યા વિના સફળતાપૂર્વક બહાર કાઢી, મેડિકલ ક્ષેત્રનો દુર્લભ કેસ; ઓપરેશનનો લાઈવ VIDEO

    12 hours ago

    રાજકોટમાં મેડિકલ સાયન્સ ક્ષેત્રે અત્યંત દુર્લભ અને અસામાન્ય કહી શકાય તેવો એક રસપ્રદ કેસ સામે આવ્યો છે. જેમાં 18 વર્ષીય યુવકને લાળની નળીમાં જ પથરીઓ હોવાનું સામે આવ્યું હતું. જોકે જાણીતા ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે યુવકની લાળની નળીમાંથી એકસાથે 10 પથરીઓ મોઢા વાટે સફળતાપૂર્વક બહાર કાઢીને નવજીવન આપ્યું છે. આ સમગ્ર સર્જરીમાં દર્દીના ચહેરા કે ગળાના બહારના ભાગે કોઈ ચીરો મૂકવામાં આવ્યો નથી અને લાળની ગ્રંથિને પણ પૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવી છે. વિશ્વભરમાં એક જ Wharton’s ductમાંથી એકસાથે 10 પથરીઓ કાઢવામાં આવી હોય તેવા કિસ્સા અત્યંત અસાધારણ માનવામાં આવે છે. આ ઓપરેશનનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ખોરાક લેતી વખતે જીભની નીચે તીવ્ર દુખાવો થતો રાજકોટના 18 વર્ષીય યુવક કેવિનને છેલ્લા એક મહિનાથી મોઢાની અંદર અને ખાસ કરીને ખોરાક લેતી વખતે જીભની નીચે તીવ્ર દુખાવો થતો હતો. આ ઉપરાંત ડાબી બાજુ જડબાના નીચેના ભાગમાં સોજો આવી જતો હતો. તકલીફ વધતા તેમણે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન કરવામાં આવેલા સોનોગ્રાફી રિપોર્ટમાં ડાબી બાજુની સબમૅન્ડિબ્યુલર લાળની સિસ્ટમમાં અનેક પથરીઓ હોવાનું સામે આવ્યું હતું. નળીમાં ફસાયેલી તમામ 10 પથરી બહાર કાઢવામાં આવી નિદાન બાદ ડૉ. હિમાંશુ ઠક્કરે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાંથી લાળને મોઢા સુધી પહોંચાડતી નળીને Wharton’s duct કહેવામાં આવે છે. આ નળી આશરે 5 સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે અને તેનો વ્યાસ ખૂબ જ સાંકડો હોય છે. આવી સાંકડી નળીમાં ફસાયેલી તમામ 10 પથરીઓને ડૉક્ટરે મોઢાની અંદરથી જ (intraoral approach) બહાર કાઢી આપી હતી. શસ્ત્રક્રિયા દરમિયાન બહારની ચામડી પર એક પણ કાપો મૂકવામાં આવ્યો ન હોવાથી કોઈ ડાઘ રહ્યો નથી. સર્જરી સફળ રહ્યા બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ હોવાથી તેને તે જ સાંજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. નળીમાં પથરીઓ હોવી એ અત્યંત મહત્વપૂર્ણ અને જટિલ બાબત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, લાળની ગ્રંથિ કે તેની નળીમાં ખનિજ ઘટકો જમા થવાથી થતી પથરીને મેડિકલ ભાષામાં Sialolithiasis કહેવામાં આવે છે. અન્ય લાળ ગ્રંથિઓની સરખામણીએ સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાં આવી પથરીઓ વધુ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમસ્યા મધ્યમ વયના પુખ્ત લોકોમાં વધુ જોવા મળતી હોય છે અને મોટાભાગે એક જ પથરી હોય છે. પરંતુ માત્ર 18 વર્ષની નાની વયના યુવકમાં અને તે પણ એક જ નળીમાં 10 પથરીઓ હોવી એ ક્લિનિકલ દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને જટિલ બાબત છે. જડબાની નીચે વારંવાર આવતો સોજો અવગણવો નહીં આ અસામાન્ય કેસ અંગે માહિતી આપતા ડૉ. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો કિડની, પિત્તાશય કે મૂત્રમાર્ગની પથરીથી પરિચિત હોય છે, પરંતુ લાળની નળીમાં પથરી થવાના કિસ્સા ઓછા જોવા મળે છે. કેસનું વિશેષ મહત્વ એ છે કે એક જ દર્દીની અત્યંત સાંકડી Wharton’s ductમાંથી તમામ 10 પથરીઓ મોઢાની અંદરથી જ કાઢવામાં આવી છે, જેનાથી ગળા કે ચહેરા પર કોઈ ડાઘ પડ્યો નથી અને લાળની ગ્રંથિનું પણ સંરક્ષણ થઈ શક્યું છે. ત્યારે જડબાની નીચે જ વારંવાર આવતો સોજો, દુખાવો કે ખાસ કરી જમતી વખતે થતી તકલીફને ક્યારેય સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. લાળની નળીમાં કોઈ અવરોધ સર્જાવાને કારણે આવી સમસ્યા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જાહેરનામું પ્રસિદ્ધ:સાળંગપુરથી પાળીયાદ રોડ વન-વે, પીક અવર્સમાં ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધી
    Next Article
    નવસારીમાં 500થી વધુ કેમેરાથી વિવિધ‎સેવાઓનું એક જ જગ્યાએ મોનિટરિંગ‎:સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, ડિઝાસ્ટર સહિતની બાબતોની નિગરાની રાખી ઝડપી પ્રતિસાદ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment