Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જાહેરનામું પ્રસિદ્ધ:સાળંગપુરથી પાળીયાદ રોડ વન-વે, પીક અવર્સમાં ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધી

    11 hours ago

    બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, સાળંગપુર રોડથી પાળીયાદ રોડ તરફનો રસ્તો વન-વે જાહેર કરાયો છે. તેવી જ રીતે, પાળીયાદ રોડથી ટાવર રોડ, રેલવે સ્ટેશન અને સાળંગપુર તરફ જતા વાહનો માટે હવેલી ચોકથી વન-વે રૂટ લાગુ પડશે. શહેરના પીક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત, ફોર્ચુન હોસ્પિટલ પાસેના ખાંચામાં પણ વન-વે વ્યવસ્થા લાગુ કરાઈ છે. આ જાહેરનામું 21 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર, કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ, પંજાબ પોલીસને મેઈલ મળ્યા બાદ ગુજરાત પોલીસને જાણ કરી
    Next Article
    18 વર્ષના યુવકની લાળની નળીમાં એક-બે નહીં દસ પથરી!:રાજકોટમાં ENT સર્જને શરીરના કોઈ ભાગે ચીરો મૂક્યા વિના સફળતાપૂર્વક બહાર કાઢી, મેડિકલ ક્ષેત્રનો દુર્લભ કેસ; ઓપરેશનનો લાઈવ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment