Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ગુજસીટોક કેસ, વધુ એકવાર મુખ્ય સૂત્રધારના જમીન કોર્ટે ફગાવ્યા:કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ના અસલમ બોડીયાની જામીન અરજી કોર્ટે 18મી વાર ફગાવી, આરોપી વિરુદ્ધ હત્યા, લૂંટ, રાયોટીંગ અને વિદેશી દારૂ સહિત 64 ગુનાઓ નોંધાયેલા છે

    11 hours ago

    વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ના મુખ્ય સૂત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને કોર્ટે વધુ એકવાર ઝટકો આપ્યો છે. ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીની વચગાળાની જામીન અરજી ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે આજે નામંજૂર કરી છે. આ પહેલા સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ સહિતની વિવિધ કોર્ટમાં તેની 17 જામીન અરજીઓ નામંજુર થઈ ચૂકી છે અને કોર્ટે આજે વધુ એક જમીન અરજી નામંજૂર કરી છે. આમ અત્યાર સુધીમાં કોર્ટે તેની 18 જામીન અરજીઓ નામંજુર કરી છે. વડોદરા શહેરના કુખ્યાત માથાભારે આરોપી અસલમ ઉર્ફે બોડિયા શેખને વધુ એક વખત કોર્ટમાંથી રાહત મળી નથી. ગુજસીટોક હેઠળ જેલમાં બંધ અસલમ બોડિયાએ પોતાના દીકરા રહેણ અસલમ શેખની 8 ઓગસ્ટે યોજાનારી સગાઈમાં હાજરી આપવા તેમજ પ્રસંગ માટે નાણાંની વ્યવસ્થા કરવાના કારણોસર વચગાળાના જામીનની અરજી કરી હતી. જોકે, ગુજસીટોકના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ નાણાંની વ્યવસ્થા ક્યાંથી અને કોની પાસેથી કરવાની છે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરાંત, પરિવારના સભ્યો દ્વારા આ વ્યવસ્થા શક્યા ન હોવાનો પણ કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખી કોર્ટે અસલમ બોડિયાની વચગાળાના જામીન અરજી નામંજૂર કરી હતી. શું છે સમગ્ર મામલો? વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતો અસલમ બોડીયો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ગેંગ બનાવીને શહેરમાં હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ આચરતો હતો. વર્ષ 2021માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અસલમ સહિત તેના 26 સાગરીતોની ધરપકડ કરી હતી. જેલમાંથી પણ નેટવર્ક ચલાવતો હતો. અસલમ બોડીયો જેલમાં હોવા છતાં ત્યાંથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. જેલમાંથી ધાક-ધમકી અને ખંડણી ઉઘરાવવાના ગુનાઓ નોંધાતા તેને વડોદરા જેલમાંથી કચ્છ-ભુજ અને ત્યારબાદ રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, રાયોટીંગ અને વિદેશી દારૂ જેવા કુલ 64 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને 10 વખત પાસા (PASA) હેઠળ અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિરમાં ચોરી, CCTVમાં કેદ:એક મહિનામાં ત્રીજી ઘટના, પોલીસ ફરિયાદ નોંધાઈ
    Next Article
    SOGએ મેફેડ્રોન સાથે બે શખસની ધરપકડ કરી:એક મહિના પહેલા જ જેલમાંથી છૂટેલો પેડલર ફરી રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો, 6 મહિના પહેલા નિકાહ કરનાર પરણિતાનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment