Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમમાં અંધ સગીરાએ માતાની સોપારી આપી:પ્રેમીએ મિત્રો સાથે મળી મહિલાનું ગળું દબાવી હત્યા કરી, મૃતદેહ 18 કિમી દૂર તળાવમાં ફેંક્યો; 6ની ધરપકડ

    12 hours ago

    મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. જે ઘટના પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હત્યાનું કાવતરું મૃતકની સગીર વયની દીકરીએ જ તેના પ્રેમી સાથે મળીને રચ્યું હતું. ઘટનાની પૃષ્ઠભૂમિ અને હત્યાનું કારણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતી મૃતક મહિલાની સગીર દીકરીને કમલેશ બારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. માતાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, જે દીકરી અને તેના પ્રેમીને મંજૂર નહોતું. કમલેશે આ લગ્નમાં અવરોધ પણ ઊભો કર્યો હતો. અંતે, પોતાની પસંદગીના લગ્ન કરવા માટે દીકરીએ પોતાની માતાને જ રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને તેના પ્રેમીને ઉશ્કેર્યો. ખેતરમાં બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી આ ગુનાહિત કાવતરામાં કમલેશ અને તેના મિત્રો ઉપરાંત મૃતક મહિલાના પરિચિત જયેશ પટેલિયાએ પણ સાથ આપ્યો હતો. જયેશને પણ મહિલા સાથે વ્યક્તિગત અદાવત હતી. જયેશની મદદથી મહિલાને રાત્રિના સમયે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવી હતી. ખેતરમાં એકઠા થયેલા આરોપીઓએ મહિલાની બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાને છુપાવવા અને તેને અકસ્માતમાં ખપાવવા માટે, આરોપીઓ લાશને મોટરસાયકલ પર આશરે 18 કિમી દૂર લઈ ગયા અને કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધી. ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ જ્યારે તળાવમાંથી લાશ મળી ત્યારે ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધી ચૌધરી અને મહીસાગર એસપી સફીન હસનની સૂચના હેઠળ કોઠંબા પીઆઈ પી.આર. બલાત અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ ડીવાયએસપી કમલેશ વસાવાએ માહિતી આપી હતી કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર કમલેશ બારીયા, જયેશ પટેલિયા અને બે સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં અંગત સ્વાર્થ અને આવેગમાં આવીને એક દીકરીએ જ પોતાની માતાની હત્યા જેવું જઘન્ય પગલું ભર્યું. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ છૂટી શક્યા નથી.
    Click here to Read More
    Previous Article
    UK સરકાર માનવતા ચૂકી:પ્લેન દુર્ઘટના પીડિત ગુજરાતીને તાત્કાલીક દેશ છોડવાનો આદેશ, યુવાને ગળગળા થઇ ભાસ્કરને જણાવી આપવીતી
    Next Article
    સરકારી કામ માટે પણ લાંચ માંગી:કોર્ટનું વોરંટ બજાવવા માટે અમરાઈવાડી પોલીસ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે 3000 માગ્યા, વચેટીયાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment