Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહકોએ જમા કરાવી બનાવટી નોટો:18 બેન્કમાં ગ્રાહકોએ ફોટોકોપી-ચિલ્ડ્રન બેન્કની 5.67 લાખની નકલી નોટો ભરી

    10 hours ago

    શહેરની 18 બેન્કોમાં ગ્રાહકોએ નકલી, ફોટોકોપી કરેલી, ફાટેલી તેમજ ચિલ્ડ્રન બેન્કની રૂ.5.67 લાખની કિંમતની 1659 નોટો જમા કરાવી હતી. જો કે તમામ બેન્કોમાં નોટો ગણવા માટે તેમજ નોટની ખરાઈ કરવા માટે મશીન રાખવામાં આવ્યા છે. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં નકલી નોટો અને ચિલ્ડ્રન બેન્કની નોટો આવતા બેન્કોની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. જુદી જુદી બેન્કોમાં ગ્રાહકો જે પૈસા જમા કરાવવા આવે છે. તેમાં ફાટી ગયેલી, નંબર દેખાતા ન હોય તેવી, નકલી નોટ બેન્ક દ્વારા અલગ રાખવામાં આવે છે. જ્યારે તમામ બેન્કો તે નોટો હેડ ઓફિસમાં મોકલી આપે છે અને ત્યાંથી તે નોટો એસઓજીમાં મોકલી દેવામાં આવે છે. જેના આધારે એસઓજીમાં ગુનો નોંધવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ફોટોકોપી કરેલી નોટો તેમજ ચિલ્ડ્રન બેન્કની નોટો પણ બેન્કો એસઓજીમાં મોકલી રહ્યા છે. આ વખતે રૂ.5.67 લાખની કિંમતની 1659 નકલી નોટો આવી હતી. આ નોટો આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, રિઝર્વ બેન્ક, કોટક મહિન્દ્રા, કાલુપુર, એકસિસ, બેન્ક ઓફ બરોડા, સારસ્વત, આઈડીબીઆઈ, એસબીઆઈ, એયુ સ્મોલ, ડીસીબી, નૂતન નાગરિક, આઈડીએફસી ફર્સ્ટ, યશ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી, ફેડરલ અને સિટી યુનિયન બેન્કનો સમાવેશ થાય છે. જો કોઈ ગ્રાહક જાણી જોઈને નકલી નોટ પધરાવે તો તેના પર IPC ની કલમ 489-B (નકલી નોટોનો અસલી તરીકે ઉપયોગ) હેઠળ ગુનો બની શકે છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. રૂ.2 હજાર અને રૂ.50ની પણ બનાવટી નોટો આવી
    Click here to Read More
    Previous Article
    પતિ સામે પત્નીની માનસિક હેરાનગતિની ફરિયાદ:સ્વીડનમાં રહેતા પતિએ પત્ની પર નજર રાખવા ઘર-બેડરૂમમાં CCTV લગાવ્યા
    Next Article
    મ્યુનિ.ને રોજ મળે છે 1900થી વધુ ફરિયાદો:પાયાની સુવિધાની ફરિયાદોના ઉકેલ માટે 9 કરોડનો ખર્ચ છતાં લોકોની સમસ્યા ઠેરની ઠેર રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment