Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુનિ.ને રોજ મળે છે 1900થી વધુ ફરિયાદો:પાયાની સુવિધાની ફરિયાદોના ઉકેલ માટે 9 કરોડનો ખર્ચ છતાં લોકોની સમસ્યા ઠેરની ઠેર રહી

    9 hours ago

    શહેરમાં ગટર ઉભરાવી, પાણી ગંદુ આવવું, ખાડા પડવા, લાઇટના થાંભલા બંધ હોવા સહિત અનેક ફરિયાદો માટે મ્યુનિ.એ 155303 નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત ફરિયાદ માટે ઓનલાઇન તેમજ વોટ્સએપ નંબરનો પણ વિકલ્પ અપાયો છે. આ પ્રક્રિયા પાછળ 2018 થી અત્યાર સુધી 9.05 કરોડનો ખર્ચ મ્યુનિ.એ કર્યો છે. તેમ છતાં કેટલાક સ્થળે મ્યુનિ. સમક્ષ કરાતી ફરિયાદો નિકાલ થાય તે પહેલાં જ તેને બંધ કરી દેવાય છે. મ્યુનિ.એ સેન્ટ્રલાઇઝ કમ્પલેઇન રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરવા તૈયાર કરાઈ છે. શહેરમાં પ્રતિદિન 1900થી વધારે ફરિયાદો આ સિસ્ટમ પર આવે છે. ડ્રેનેજને લગતી ફરિયાદ, દૂષિત પાણી કે પછી પાણી નહીં આવવા સહિતનો અનેક ફરિયાદો સામેલ છે. છેલ્લા 8 વર્ષમાં સિસ્ટમ પાછળ 2023માં સૌથી વધુ 1.41 કરોડ, 2024-25માં 1.27 અને 2025-26માં 1.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગટર ઊભરાવવાની સૌથી વધુ 4 લાખ ફરિયાદ મળી (એક વર્ષમાં મ્યુનિ.એ વસૂલ કરેલો ટેક્સ, લોકોની સમસ્યા) AI આધારિત નવી સિસ્ટમમાં પણ ખામી મ્યુનિ. દ્વારા ફરિયાદો સાંભળવા અને નિકાલ કરવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત નવી સિસ્ટમ જાહેર કરાઈ હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમ હજુ યોગ્ય રીતે કામગીરી કરી રહી નથી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહકોએ જમા કરાવી બનાવટી નોટો:18 બેન્કમાં ગ્રાહકોએ ફોટોકોપી-ચિલ્ડ્રન બેન્કની 5.67 લાખની નકલી નોટો ભરી
    Next Article
    Centre may add battery storage under revamped PM-KUSUM 2.0

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment