Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો:કોંગ્રેસે 18 વોર્ડના 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેનને ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ, 'આપ'નાં વધુ 26 નામ જાહેર

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કે કુલ 18 વોર્ડના 40 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. રાજકોટ મનપાની કુલ 72 બેઠકોમાંથી અત્યારે 40 બેઠકોના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ દેવુબેન જાદવને પણ ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ છે. બાકી રહેલી 32 બેઠકો પરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ હોવાથી તેના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે મીઠાઈઓ ખાઈને ઉજવણી કરવામાં આવી હતી. બીજીતરફ આમ આદમી પાર્ટીએ પણ આજે વધુ 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ 243 ઉમેદવારો પૈકી રાજકોટ મનપાના વધુ 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ અગાઉ પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીનાં 20 ત્યારબાદ 14 અને આજે 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને 60 ઉમેદવારોનાં નામ 'આપ' દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે બાકી રહેલા 12 ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો પણ સાચવી લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસે જાહેર કરેલા નામોમાં કુલ 6 પાટીદાર ઉમેદવારો 4 ક્ષત્રિય ઉમેદવારો, 3 રબારી ઉમેદવારો, 2 બ્રાહ્મણ ઉમેદવારો અને 2 મુસ્લિમ સમાજના ઉમેદવારોને પણ સ્થાન આપીને તમામ જ્ઞાતિઓને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારો જાહેર કરાયા છે. ટૂંક સમયમાં બીજી યાદી આવશે જેમાં બાકીના 32 નામોની જાહેરાત કરવામાં આવશે. પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ચુકી હોવાથી કોંગ્રેસની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ 6 માં જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેવા દેવુબેન જાદવને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં દેવુબેન જાદવના પતિ મનસુખભાઈ જાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આવાસ મેળવવાના ગંભીર આક્ષેપો થયા હતા, જેના પગલે ભાજપે શિસ્તભંગના પગલાં ભરી તેમને સસ્પેન્ડ કર્યા હતા. માત્ર બે દિવસ પૂર્વે જ દેવુબેન જાદવ અને મનસુખભાઈ જાદવ પોતાના વિશાળ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષે તાત્કાલિક તેમને વોર્ડ 6 માંથી ટિકિટ આપીને રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસની યાદીમાં વિવિધ વોર્ડના ઉમેદવારોની વિગત વોર્ડ 1 રમેશ જુંજા વોર્ડ 2 ગીતાબેન પરમાર નયનાબા જાડેજા સલીમ કરીયાણી વોર્ડ 4 શીતલ પરમાર કલ્પના ગૌસ્વામી ઠાકરશી ગજેરા દીપક મકવાણા વોર્ડ 5 હંસાબેન સોનારા રૈયાભાઈ બાંભવા જીતેન્દ્ર રૈયાણી વોર્ડ 6 દક્ષાબેન મકવાણા દેવુબેન જાદવ શૈલેષ સાકરીયા ઉકેશ રબારી વોર્ડ 8 રણજીત મૂંધવા વોર્ડ 9 ગિરીશ ઘરસંડિયા વોર્ડ 10 ભાર્ગવીબા ગોહિલ ભાવેશ ચૌહાણ ડો. રતિલાલ ડોબરીયા વોર્ડ 12 ઉર્વશીબા જાડેજા કમલેશ કોઠીવાળ સંજય અજુડિયા વોર્ડ 13 અંજનાબેન પાંચાસરા શાંતાબેન મકવાણા મેપાભાઈ કણસાગરા સુનિલ ચાવડીયા વોર્ડ 14 સરિયુંબેન સિયાણી પ્રિતેશ ચાવડીયા અનિષભાઈ જોશી વોર્ડ 16 રસિલાબેન ગરૈયા દીપતિબેન સોલંકી મહિપાલભાઈ ચૌહાણ ઇબ્રાહિમ સોરા વોર્ડ 17 ગાયત્રીબેન ભટ્ટ યોગીતાબેન જાડેજા શૈલેષ રૂપાપરા વોર્ડ 18 માનસીબેન બૂટાણી રવિ જીતિયા નીતિન ભંડેરી આમ આદમી પાર્ટીની ચોથી યાદી, રાજકોટનાં વધુ 26 ઉમેદવારો જાહેર કરાયા 1) વોર્ડ નંબર 15 પ્રકાશ ચાવડા 2) વોર્ડ નંબર 15 શાયરાબેન જોખિયા 3) વોર્ડ નંબર 15 લાખાભાઈ મોરવાડિયા 4) વોર્ડ નંબર 16 દિવ્યબેન ગોહેલ 5) વોર્ડ નંબર 06 રેખાબેન ડાંગર 6) વોર્ડ નંબર 11 કિરણબેન ગોહેલ 7) વોર્ડ નંબર 11 રૂપાલબેન વચ્છાની 8) વોર્ડ નંબર 11 મંજુબેન શીંગાલા 9) વોર્ડ નંબર 18 રીટાબેન ખટારિયા 10) વોર્ડ નંબર 13 સંજયભાઈ વાઘેલા 11) વોર્ડ નંબર 14 નૈમિશભાઈ પાટડીયા 12) વોર્ડ નંબર 17 જ્યોતિબેન કાચ 13) વોર્ડ નંબર 08 શારદાબેન ભલાણી 14) વોર્ડ નંબર 08 મોસમીબેન કલ્યાણી 15) વોર્ડ નંબર 10 મૌલિકભાઈ દેલવાડીયા 16) વોર્ડ નંબર 02 હંસાબેન 17) વોર્ડ નંબર 02 ચિંતનભાઈ દવે 18) વોર્ડ નંબર 03 અખ્તરભાઈ બ્લોચ 19) વોર્ડ નંબર 03 જ્યોતિબેન પરમાર 20) વોર્ડ નંબર 09 જગદીશભાઈ મારૂ 21) વોર્ડ નંબર 14 સોનલબેન વિરાણી 22) વોર્ડ નંબર 17 સરોજબેન ખૂંટ 23) વોર્ડ નંબર 12 મિલનભાઈ સોજીત્રા 24) વોર્ડ નંબર 12 મહેશભાઈ રાઠોડ 25) વોર્ડ નંબર 12 દક્ષાબેન ગોજારીયા 26) વોર્ડ નંબર 12 કાજલબેન હીરાપરા
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રહેણાંક મકાનમાંથી 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક પકડાયો, બે ફરાર; કુલ ત્રણ સામે ગુનો નોંધાયો
    Next Article
    હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે હુમલો:ગંભીર ઈજા થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment