Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે હુમલો:ગંભીર ઈજા થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયો

    10 hours ago

    હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાના 19 વર્ષીય પુત્ર અયાજ કગથરાને રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી બેંક સામેની એક દુકાન પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં કોઈ અજાણ્યા કારણોસર એક વ્યક્તિએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અયાજ કગથરાને પેટના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો, જેના કારણે તેના આંતરડા બહાર આવી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અયાજને તાત્કાલિક હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. અયાજ કગથરા ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને ઇલેક્ટ્રિક કામ કરે છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પર કયા કારણોસર અને કોણે હુમલો કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો:કોંગ્રેસે 18 વોર્ડના 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેનને ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ, 'આપ'નાં વધુ 26 નામ જાહેર
    Next Article
    Chetak Screen Awards 2026: Homebound wins Best Film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment