Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીમાં હત્યાનો પ્રયાસ કરી સુરતમાં છુપાયેલો આરોપી ઝડપાયો:18 વર્ષીય આરોપી 4 મહિનાથી પોલીસને ચકમો આપતો હતો, 2 દિવસ સુધી સતત પીછો કરી સદરે આલમની ધરપકડ

    1 day ago

    ઉત્તર પ્રદેશમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનો આચરીને છેલ્લા 4 મહિનાથી પોલીસને થાપ આપી રહેલો એક ગુનેગાર સુરતમાંથી ઝડપાયો છે. ઉત્તર પ્રદેશના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કર્યા બાદ આ આરોપી પોલીસથી બચવા સુરતમાં આવીને છુપાઈ ગયો હતો. ગુનાહિત માનસિકતા ધરાવતો આ 18 વર્ષીય યુવાન પોતાની ઓળખ છુપાવીને મજૂરી કામ કરતો હતો અને પોલીસથી બચવા સતત પોતાના રહેઠાણ બદલી સામાન્ય નાગરિકની જેમ જીવન વિતાવી રહ્યો હતો. આરોપી અંગે પોલીસને બાતમી મળી હતી અન્ય રાજ્યોના વોન્ટેડ આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરતની લીંબાયત પોલીસને એક સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે, યુપીનો એક વોન્ટેડ ગુનેગાર લીંબાયત વિસ્તારમાં આશરો લઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સતત બે દિવસ સુધી આરોપીની હિલચાલ પર વોચ રાખી પોલીસે તેનો પીછો કર્યો હતો અને આખરે તેને કોર્ડન કરી ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. મીઠીખાડી-બંગાળી ચોક પાસેથી આરોપીની ધરપકડ લીંબાયત પોલીસે લોકેશન ટ્રેસ કરીને મીઠીખાડી બંગાળી ચોક વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, પકડાયેલા આરોપીનું નામ સદરે આલમ ઉર્ફે સબે આલમ (પિતાનું નામ બાબા મંસુરી ઉર્ફે સકીલ, ઉંમર 18 વર્ષ) છે. તે હાલ લીંબાયતના મીઠીખાડી ખાતે બનારસી ચોક, ગલી નંબર 10માં રહેતો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને ત્યાં જ પોતાના વિરોધીઓ પર હુમલો કરી સુરતમાં મજૂરી કામના બહાને આશરો લઈ રહ્યો હતો. યુપી પોલીસને સોંપાયો આરોપી આરોપી સદરે આલમ ઉત્તર પ્રદેશના ચૌરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં છેલ્લા 4 મહિનાથી મોસ્ટ વોન્ટેડ હતો. લીંબાયત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તુરંત જ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ અને જરૂરી કાગળોની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, આરોપીનો કબજો ઉત્તર પ્રદેશ ચૌરી પોલીસ સ્ટેશનની ટીમને સોંપવામાં આવ્યો છે. હવે યુપી પોલીસ આ કેસમાં વધુ સઘન તપાસ હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    જેન્સેન હુઆંગની નેટવર્થ 200 બિલિયન ડૉલરને પાર:દુનિયાના 7મા સૌથી અમીર બન્યા, કારણ- એનવિડિયાના શેર ઓલ-ટાઇમ હાઈ
    Next Article
    માતા-પિતા વચ્ચેથી સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો ત્યાં પહોંચ્યું ભાસ્કર:ગીરગઢડામાં લાકડાની સીડી પર ચઢી ધાબા પર આવ્યો, જુવારના ખેતરમાં હજુ પણ લોહીના નિશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment