Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેન્સેન હુઆંગની નેટવર્થ 200 બિલિયન ડૉલરને પાર:દુનિયાના 7મા સૌથી અમીર બન્યા, કારણ- એનવિડિયાના શેર ઓલ-ટાઇમ હાઈ

    1 day ago

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ચિપ બનાવતી કંપની એનવિડિયા કોર્પોરેશનના કો-ફાઉન્ડર અને CEO જેન્સેન હુઆંગની કુલ નેટવર્થ 200 બિલિયન ડૉલરને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે એનવિડિયાના શેર ઑલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા બાદ તેમની નેટવર્થમાં આ ઉછાળો આવ્યો. ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયનેર્સ લિસ્ટ મુજબ, શુક્રવારે સવારે હુઆંગની સંપત્તિ વધીને લગભગ 203.2 બિલિયન એટલે કે આશરે 17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ વધારા સાથે તેઓ વિશ્વના 7મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. 3.4 બિલિયન ડૉલરનો વધારો, શેર 237 ડૉલરને પાર શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એનવિડિયાનો શેર 237 ડૉલરના ઑલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો. જેના કારણે હુઆંગની સંપત્તિમાં એક જ દિવસમાં 3.4 બિલિયન ડૉલરનો વધારો થયો. જોકે, બાદમાં શેર ઊંચા સ્તરેથી થોડો ઘટીને આશરે 1.3%ના વધારા સાથે 233.95 ડૉલર પર બંધ થયો. જેન્સેન હુઆંગે 1993માં એનવિડિયાની સ્થાપના કરી હતી અને તેમની પાસે કંપનીમાં લગભગ 4% હિસ્સો છે. AIમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સની વધતી વૈશ્વિક માંગને કારણે એનવિડિયા દુનિયાની સૌથી વેન્યુએબલ પબ્લિકલી ટ્રેડેડ કંપની બની ગઈ છે. આ સાથે જ હુઆંગની સંપત્તિમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જાણો કેમ વધી રહ્યા છે એનવિડિયાના શેર? એનવિડિયાના શેરોમાં આવેલી આ તેજી પાછળ બે મુખ્ય કારણો છે... માર્કેટ કૅપ 5.7 ટ્રિલિયન ડૉલર થયું, 6 ટ્રિલિયન ડૉલરની નજીક આ વર્ષે અત્યાર સુધીમાં એનવિડિયાના શેરોમાં લગભગ 27%નો ઉછાળો આવ્યો છે અને કંપની સતત ચોથા વર્ષે ડબલ ડિજિટ રિટર્ન આપવાના માર્ગે છે. એનવિડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે લગભગ 5.7 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. કંપની હવે ઇતિહાસમાં પ્રથમ વખત 6 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ કૅપ મેળવનારી દુનિયાની પ્રથમ કંપની બનવાથી માત્ર 300 બિલિયન ડૉલર દૂર છે. સુરક્ષાની ચિંતાઓ વચ્ચે નવી ડબલ-લેયર્ડ AI સુરક્ષા સિસ્ટમ હાલના મહિનાઓમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કંપનીઓ દ્વારા કરવામાં આવતા ભારે ખર્ચ અને આ ટેક્નોલોજીથી માનવજાતને ઊભા થતા જોખમોને લઈને રોકાણકારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું. આ ચિંતાઓ દૂર કરવા માટે કેલિફોર્નિયાના સાન્ટા ક્લારામાં સ્થિત આ ચિપ ડેવલપરે સોમવારે નવી 'ડબલ-લેયર્ડ AI સુરક્ષા સિસ્ટમ' રજૂ કરી છે. આ સિસ્ટમ AI એજન્ટ્સને ભટકી જવાથી અટકાવશે. એનવિડિયાનો દાવો છે કે જો આ સિસ્ટમ અગાઉથી હોત, તો ઓપનએઆઈના મોડેલ્સ દ્વારા હાલમાં કરવામાં આવેલી ઘૂસણખોરીને રોકી શકાયી હોત. વૉલ સ્ટ્રીટ પર ચિપ્સની વેલ્યુએશન અંગે ચર્ચા બીજી તરફ, એનવિડિયાની ફાઇનાન્સિંગ યોજના અંગે અમેરિકન બજાર એટલે કે વૉલ સ્ટ્રીટ પર એનાલિસ્ટ્સ અને લેન્ડર્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બેંકિંગ સૂત્રો અને ક્રેડિટ મેનેજરો અનુસાર, કેટલાક ધિરાણકર્તાઓ કંપની પાસેથી તેના અદ્યતન ચિપ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત પર ઊંચી ગેરંટીની માંગ કરી રહ્યા છે. તેઓ એ અંદાજ લગાવવામાં વ્યસ્ત છે કે આ ચિપ્સમાંથી મળતી આવક કેટલા સમય સુધી ટકી રહેશે. નોલેજ બોક્સ: 'શેર બાયબેક' શું હોય છે? જ્યારે કોઈ કંપની શેરબજારમાંથી પોતાના જ શેર પાછા ખરીદે છે, ત્યારે તેને 'શેર બાયબેક' કહેવામાં આવે છે. તેનાથી બજારમાં શેરની ઉપલબ્ધતા ઘટી જાય છે, જેના કારણે પ્રતિ શેર આવક વધે છે અને શેરના ભાવને ટેકો મળે છે.
    Click here to Read More
    Previous Article
    અભિષેકે પાકિસ્તાનીઓની બરાબરની ધોલાઈ કરીને:28 બોલમાં 61 રન બનાવીને આઉટ; વૈભવને આઉટ કરીને PAK બોલરે બાળક રમાડવા જેવું સેલિબ્રેશન કર્યું
    Next Article
    યુપીમાં હત્યાનો પ્રયાસ કરી સુરતમાં છુપાયેલો આરોપી ઝડપાયો:18 વર્ષીય આરોપી 4 મહિનાથી પોલીસને ચકમો આપતો હતો, 2 દિવસ સુધી સતત પીછો કરી સદરે આલમની ધરપકડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment