Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા-પિતા વચ્ચેથી સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો ત્યાં પહોંચ્યું ભાસ્કર:ગીરગઢડામાં લાકડાની સીડી પર ચઢી ધાબા પર આવ્યો, જુવારના ખેતરમાં હજુ પણ લોહીના નિશાન

    1 day ago

    ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જ હેઠળ આવતા ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડીમાં પરિવાર સાથે ધાબા પર સૂતેલા 3 વર્ષના માસૂમ બાળકને દીપડો મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ભય અને અરેરાટી વ્યાપી ગઈ હતી. સઘન શોધખોળ બાદ નજીકના જુવારના ખેતરમાંથી માસૂમ બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. ધાબા પર માતા-પિતા વચ્ચે સૂતેલા બાળક પર દીપડાનો ત્રાપ મળતી માહિતી મુજબ, સણોસરીના ખંભાળા વિસ્તારમાં આવેલી બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં મૂળ ગિરીશભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા દોઢ-બે મહિનાથી ખેતમજૂરી અર્થે રોકાયો હતો. રાત્રિના આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં ભોજન પતાવીને પરિવારજનો અંદાજે 12 ફૂટ ઊંચા ધાબા પર સૂવા માટે ગયા હતા. માતા-પિતાની વચ્ચે તેમનો 3 વર્ષનો પુત્ર ચેતન સૂતો હતો. એ જ સમયે અચાનક ધાબા પર આવી પહોંચેલા દીપડાએ અત્યંત ચતુરાઈથી માતા-પિતાની વચ્ચેથી જ બાળકને મોઢામાં દબોચી લીધો હતો. પિતાએ પુત્રને બચાવવા માટે ભારે પ્રતિકાર કર્યો હતો, પરંતુ દીપડો બાળકને લઈને સીડીઓ વાટે નીચે ઉતરી શાકભાજી અને જુવારના વાવેતર તરફ ભાગી છૂટ્યો હતો. ગામજનો અને વન વિભાગનું સંયુક્ત સર્ચ ઓપરેશન બનાવની જાણ થતાં જ વાડી માલિક કાંતિભાઈ લાડુમોર, ગ્રામજનો અને જસાધાર રેન્જના RFO કે.સી. ચોહાણ સહિત વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર વિસ્તારમાં રાત્રિના સમયે જ મોટા પાયે સઘન સ્કેનિંગ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન નજીકના જુવારના ખેતરમાંથી માસૂમ ચેતનનો ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમ બાળકનો ક્ષત-વિક્ષત દેહ જોઈને માતા-પિતા અને ગ્રામજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. શ્રમિક પરિવાર ગોધરાનો હતો. પુત્રનો મૃતદેહ પી.એમ બાદ પરિવારજનોને સોંપતાં તેઓ વતન ગોધરા જવા રવાના થયા છે. ઘટનાના એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે તાત્કાલિક સ્થાનિક લોકોના સહયોગથી દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા હતા. ઘટનાના આશરે એકાદ કલાકમાં જ મોડી રાત્રે હુમલો કરનાર દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ખેડૂતોને અપીલ બીજી તરફ, હાલ લણણીની મોસમ ચાલી રહી હોવાથી વન વિભાગે ખેડૂતો અને ખેતમજૂરોને ખાસ અપીલ કરી છે કે, વાડી કે સીમ વિસ્તારમાં નાના બાળકોને એકલા ન છોડવા તથા વન્યપ્રાણીઓની અવરજવર જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. આ પણ વાંચો, અમરેલીમાં વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે પૂરાઈ, એક બાદ એક 5 લોકો પર હુમલો, વનવિભાગને હડકવાની આશંકા
    Click here to Read More
    Previous Article
    યુપીમાં હત્યાનો પ્રયાસ કરી સુરતમાં છુપાયેલો આરોપી ઝડપાયો:18 વર્ષીય આરોપી 4 મહિનાથી પોલીસને ચકમો આપતો હતો, 2 દિવસ સુધી સતત પીછો કરી સદરે આલમની ધરપકડ
    Next Article
    Swami Sarvapriyananda On AI: Humanity May Face A 'Rough Ride', But Not Extinction

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment