Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગુજકેટની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે 18 કેન્દ્રો પર 3767 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

    11 hours ago

    ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 29 માર્ચના રોજ, જિલ્લાના 18 કેન્દ્રો પર કુલ 3767 વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા 3767 વિદ્યાર્થીઓમાં 1785 ગુજરાતી માધ્યમના, 1951 અંગ્રેજી માધ્યમના અને 31 હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે જિલ્લામાં 18 કેન્દ્રો નિર્ધારિત કરાયા છે, ઉપરાંત 36 મહત્વના સ્થળો પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે 172 બ્લોક નિરીક્ષકો, 18 ઓબ્ઝર્વર અને 36 સેક્ટર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન ભૌતિક વિજ્ઞાન-રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોની પરીક્ષા અલગ-અલગ સમયગાળામાં લેવાશે. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાનો આદેશ પણ જારી કરાયો છે. ઉમેદવારોને મોબાઈલ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષાના સુવ્યવસ્થિત આયોજન માટે શિક્ષણ વિભાગના ઈનચાર્જ શિક્ષણ અધિકારી સચિન શાહના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    8 મહિના બાદ આવતીકાલથી નવી મુંબઈ સાથે હવાઈ સેવાનો પ્રારંભ:ઈન્ડિગો એરલાઇન્સની ભાવનગર-નવી મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ, જાણો શું રહેશે સમય અને ભાડું?
    Next Article
    જૂનાગઢમાં એક જ દિવસમાં ત્રણના મોત:વિસાવદર અને બાંટવામાં બે માસૂમના પાણીમાં ડૂબી જવાથી મોત, માણાવદરમાં કરંટ લાગતા યુવકનો જીવ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment