Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં એક જ દિવસમાં ત્રણના મોત:વિસાવદર અને બાંટવામાં બે માસૂમના પાણીમાં ડૂબી જવાથી મોત, માણાવદરમાં કરંટ લાગતા યુવકનો જીવ ગયો

    10 hours ago

    જૂનાગઢ જિલ્લામાં 27 માર્ચના શુક્રવાર જાણે કાળમુખો સાબિત થયો હોય તેમ અલગ-અલગ ત્રણ તાલુકાઓમાં દુ:ખદ ઘટનાઓ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિસાવદરના હસનાપુરમાં એક માસૂમ બાળકનું પાણીના કુંડામાં ડૂબી જવાથી, માણાવદરના જીંજરી ગામે પિતાને પાણી પાવા ગયેલા યુવાનનું વીજ કરંટથી અને બાંટવાના પાજોદ ગામે અન્ય એક 2 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મૃત્યુ નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે. આ ત્રણેય બનાવોમાં આશાસ્પદ જીંદગીઓ અકાળે હોમાઈ ગઈ છે, અકસ્માતો અને અણધાર્યા વીજ કરંટના આ બનાવોએ અનેક પરિવારોના કુળદીપકો બુઝાવી દીધા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. પાણીના કુંડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત ​વિસાવદર તાલુકાના હસનાપુર ગામની સીમમાં બનેલી પ્રથમ ઘટનાએ પિતૃત્વ અને વાત્સલ્યને હચમચાવી દીધું છે. હસનાપુર ગામમાં રામ મંદિર પાસે રહેતા નિલેશભાઈ પારડીયા ઉનાળુ સીઝનમાં પોતાના ખેતરમાં તલનું નિંદામણ કરવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો માત્ર 2 વર્ષનો વહાલસોયો પુત્ર અંશ પણ ખેતરમાં રમવા માટે ગયો હતો. પિતા જ્યારે ખેતીકામમાં મગ્ન હતા, ત્યારે નાનો અંશ ખેતરમાં આસપાસ રમી રહ્યો હતો. કમનસીબે રમતા-રમતા આ માસૂમ બાળક ખેતરમાં જ આવેલા પાણીના સંગ્રહ માટેના કુંડા પાસે પહોંચી ગયો હતો. કોઈનું ધ્યાન ન હોવાથી અચાનક અંશનું સંતુલન બગડ્યું અને તે સીધો પાણી ભરેલા કુંડામાં ખાબક્યો હતો. પિતા જ્યારે પોતાના કામમાંથી પરવારીને જોયું ત્યારે તેમનો લાડકવાયો કુંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માસૂમ અંશના અકાળે અવસાનથી હસનાપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસાવદર પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પિતાને પાણી આપવા જતા પુત્રનું કરંટ લાગવાથી મોત બીજી એક કરુણ ઘટના માણાવદર તાલુકાના જીંજરી ગામે બની હતી, જ્યાં પિતાની તરસ છિપાવવા ગયેલા પુત્રને કાળ આંબી ગયો હતો. જીંજરી ગામના વતની ચંદ્રકાંતભાઈ ગેડા ગામમાં એક મકાનની અગાશી પર મજૂરી કામ કરી રહ્યા હતા. ઉનાળાના બપોરે પિતાને પાણીની જરૂર પડતા તેમનો 18 વર્ષનો પુત્ર તુષાર ગેડા પાણીનો લોટો લઈને અગાશી પર પહોંચ્યો હતો. તેને જરા પણ અંદાજ નહોતો કે અગાશીની અત્યંત નજીકથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તેના માટે જીવલેણ સાબિત થશે. તુષાર જેવો અગાશી પર પહોંચ્યો કે તરત જ તેનો સંપર્ક વીજ લાઈન સાથે થઈ ગયો હતો અને જોરદાર કરંટ લાગતા તે ફંગોળાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઇલેક્ટ્રિક શોક લાગેલા તુષારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ગેડા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જીંજરી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાડીએ પાણીના ટાંકામાં પડી જતાં 2 વર્ષના બાળકનું મોત ત્રીજો બનાવ બાંટવા પોલીસ મથક હેઠળના પાજોદ ગામની વાડીમાં બન્યો હતો, જેમાં અન્ય એક 2 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની રવિભાઈ સૂર્યવંશી પાજોદમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે બાળકના મામા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનો 2 વર્ષનો ભાણેજ અરવિંદ નજીકમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અરવિંદ અચાનક વાડીમાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયો હતો. ટાંકામાં પાણી વધુ હોવાથી માસૂમ અરવિંદ ગૂંગળાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રથી રોજીરોટી માટે આવેલા આ ગરીબ પરિવારનો માસૂમ પુત્ર આ રીતે અકાળે અવસાન પામતા વાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. બાંટવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. કાળમુખા શુક્રવારે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ દુર્ઘટનાઓએ રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવ્યા છે. પાણીના ખુલ્લા ટાંકા, કુંડા અને રહેણાંક મકાનોની નજીકથી પસાર થતી જોખમી વીજ લાઈનો ગમે ત્યારે જીવલેણ બની શકે છે તે આ બનાવો પરથી સ્પષ્ટ થાય છે. ખેતરમાં કે ઘર પાસે રમતા નાના બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે તે પણ આ હૃદયદ્રાવક કિસ્સાઓ શીખવે છે. આ ત્રણેય પરિવારોમાં જે ખોટ પડી છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. જિલ્લામાં બનેલા આ કાળમુખા શુક્રવારે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગુજકેટની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે 18 કેન્દ્રો પર 3767 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
    Next Article
    After Being Brutally Trolled, "Real Jameel Jamali" Nabil Gabol Announces His Own Version Of Dhurandhar To Counter Aditya Dhar's Film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment